Coronavirusના કારણે આ 3 રાજ્યોમાં ઇરફાન ખાનની 'અંગ્રેજી મીડિયમ' નહીં રજૂ થાય

અંગ્રેજી મીડિયમ

આ ફિલ્મને અહીં 31 માર્ચ પછી રિલીઝ કરવામાં આવશે.

  • Share this:
    કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દુનિયાભરમાં લોકોને ભીડભાડ વાળા વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. કારણે કે આ વૈશ્વિક મહામારીએ તેનો કાળો કહેર વિશ્વભરમાં ફેલાવ્યો છે. અનેક દેશોમાં એક પછી એક આ રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અને આ કારણે જ અનેક દેશોએ પોતાના દેશમાં આવા જવા પર પ્રતિબંધો મૂક્યા છે. ત્યારે કોરોનાના કારણે અનેક દેશોમાં આર્થિક મંદીની અસર પણ જોવા મળી રહી છે. અને તેમાંથી બોલિવૂડ પણ પાછું નથી રહ્યું. આજે એટલે કે 13 માર્ચે ઇરફાન ખાન (Irrfan khan) અને રાધિકા મદાન (Radhika madan)ની ફિલ્મ અંગ્રેજી મીડિયમ (Angrezi Medium) રિલીઝ થવાની હતી. પણ હવે દેશના ત્રણ રાજ્યોમાં આ ફિલ્મ કોરોના વાયરસના કારણે રિલીઝ નહીં થાય.

    કેન્સર જેવી બિમારી પછી બોલિવૂડ સ્ટાર ઇરફાન ખાન પહેલીવાર અંગ્રેજી મીડિયમ ફિલ્મ દ્વારા રૂપેરી પડદે નજરે પડશે. આ બિમારી પછી તેમવનું પહેલું કમ બેક છે. જો કે આજે આ ફિલ્મ દેશના અનેક થિયેટર પર રિલીઝ થઇ ગઇ છે. પણ કેરળા, દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવી છે. રાજ્ય સરકારની ગાઇડલાઇન પછી અનેક રાજ્યોના થિયેટરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    અંગ્રેજી મીડિયમનું પોસ્ટર


    જે પ્રમાણે કેરળ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં 31 માર્ચ સુધી તમામ થિયેટર અને મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. આજ કારણે આ ફિલ્મને અહીં 31 માર્ચ પછી રિલીઝ કરવામાં આવશે.

    તમને જણાવી દઇએ કે ભારતમાં અત્યાર સુધી 60થી વધુ કેસો કોરાનાના સંક્રમણના દાખલ થયા છે. કર્ણાટકમાં કોરોનાના કારણે એક વ્યક્તિની મોત પણ થઇ છે. વળી દુનિયાભરમાં આ રોગના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા હવે વધીને 4000 થઇ છે. ત્યારે કોરોના વાયરસના કારણે હોલિવૂડ સમેત બોલિવૂડની ફિલ્મોની રિલિઝ ટાળવામાં આવી છે. હાલમાં જ 24 માર્ચે રીલિઝ થતી અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની પણ રિલીઝ ડેટને અનિશ્ચિત સમય સુધી ટાળવામાં આવી છે.
    Published by:Chaitali Shukla
    First published: