Birthday Special : કોરોના સંકટના આ સમયે બોલિવૂડના 'વિલેન' કર્યું 'હિરો' જેવું કામ

News18 Gujarati
Updated: March 25, 2020, 6:52 PM IST
Birthday Special : કોરોના સંકટના આ સમયે બોલિવૂડના 'વિલેન' કર્યું 'હિરો' જેવું કામ
અભિનેતા પ્રકાશ રાજ

26 માર્ચ 2020ના રોજ બોલિવૂડના આ જાણીતા વિલેનનો છે જન્મદિવસ.

  • Share this:
કોરોના વાયરસના સમયે જ્યાં બોલિવૂડના મોટા મોટા સ્ટાર્સ પણ પોતાના કર્મચારીને પોતાનાથી દૂર રાખી રહ્યા છે ત્યારે આ લોકડાઉનના સમયમાં બોલિવૂડના જાણીતા વિલને હિરો જેવું કામ કર્યું છે. આ બોલિવૂડના જાણીતા વિલનનું નામ છે એક્ટર પ્રકાશ રાજ. પ્રકાશનો 26 માર્ચ 2020ના રોજ જન્મદિવસ છે. અને આ જન્મદિવસ નિમિત્તે તેમના એક વખાણવા લાયક કામની વાત અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે સાઉથમાં પ્રકાશ રાજનું મોટું નામ છે. અને તેમના અભિનય અને કામ સિવાય પણ અહીંના લોકો તેમના વ્યક્તિત્વના ફેન છે.

કોરોનાના વિકટ સમયમાં અભિનેતા, નિર્દેશક અને નિર્માતા પ્રકાશ રાજે તેમની સાથે કામ કરનાર તમામ નાના મોટા કર્મચારીઓને સાથે ઊભા છે. આ સમયે તે પોતાના તમામ કર્મચારીઓ માટે ભગવાન બનીને ઊભા રહ્યા છે. અભિનેતા પ્રકાશ રાજે પોતાના પ્રોડક્શન હાઉસ અને ફિલ્મમાં કામ કરનાર તમામ લોકો માટે કંઇક તેવું કર્યું છે જેનાથી લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. તેમણે તેમના તમામ સ્ટાફ અને ફિલ્મ ક્રૂના લોકોને મે સુધીની એડવાન્સ સેલરી આપી ઘરે રહેવાની સલાહ આપી છે.


તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે મારા ખેતર, ઘર, ફિલ્મ પ્રોડક્શન, સંસ્તાઓના ખાનગી સ્ટાર સાથે જોડાયેલા તમામ લોકોને મે સુધી સેલરી આપી દીધી છે. સોશ્યલ ડિસ્ટેંસિંગના કારણે મારી ત્રણ ફિલ્મોના દેનિક કામ કરીને કમાતા કર્મટારીને ઓછામાં ઓછો અડધો પગાર આપી દીધો છે. અને સાથે જ ફોન દ્વારા હું તેમના સતત સંપર્કમાં રહું છું જેથી હું આવનારા સમયમાં તેમની મદદ કરી શકું.

વળી તેમણે ટ્વીટમાં પોતાના ફેન્સને પણ કહ્યું કે લોકોની મતદદ કરો. આ તે સમય છે જ્યારે તમે જીવનને કંઇ પાછું આપી શકો. એક બીજાની સાથે ઊભા રહો. ત્યારે પ્રકાશ રાજના આ કામના કારણે સોશિયલ મીડિયામાં તેમના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. જો કે આવું પહેલી વાર નથી જ્યારે પ્રકાશ રાજે કોઇ સારું કામ કર્યું હોય આ પહેલા પણ તે પોતાના આવા જ કામના લીધે લોકોની સરાહનાના પાત્ર બન્યા છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर