કોરોનાના કારણે ફિલ્મ-સીરિયલ્સમાં સ્પોર્ટબોય-લાઇટમેનની હાલત થઇ કફોડી

કોરોનાના કારણે ફિલ્મ-સીરિયલ્સમાં સ્પોર્ટબોય-લાઇટમેનની હાલત થઇ કફોડી
અનુરાગ કશ્યપ

 • Share this:
  રાજ્ય અને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પછી ફિલ્મ પ્રોડ્યૂસર અને સિને એપ્લોયઝથી જોડાયેલી સંસ્થાએ ફિલ્મ અને ટીવી સીરિયલના શૂટિંગને 19 માર્ચથી 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે શૂટિંગ બંધ થઇ જવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્પોર્ટ બોય, મેકઅપ આર્ટિસ્ટ, લાઇટમેન, જૂનિયર આર્ટિસ્ટ જેવા તમામ લોકો રોજનું રોજ કમાતા હતા અને ફિલાન્સર તરીકે કામ કરતા હતા તેમને મોટો ફટકો પડ્યો છે. પ્રોડક્શનથી જોડાયેલા આ લોકો આટલા બધા દિવસ સુધી શૂટિંગ બંધ રહેશે તો કેવી રીતે બે ટંકનું પોતાનું પેટીયું રળશે તેની ચિંતા તેમને થઇ છે.

  આ વાતને ટ્વિટર પર સુધીર મિશ્રા (Sudhir Mishra), અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને અનુભવ સિંહા (Anubhav Sinha) સંમેત અનેક પ્રોડ્યૂસરે ગંભીરતાથી લઇને રાહત દરે એક ફંડ એકઠું કરવાની વાત કહી છે. ત્યારે જોવાનું તે રહેશે કે શું ખરેખરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મોટા પ્રોડ્યૂસર ફિલ્મ અને ટેલિવિઝનથી રોજની રોજ કમાણી કરનાર આ લોકોને કોઇ રીતે મદદ પહોંચાડી શકે છે કે કેમ?  કોરોનાના વધતા કેસને જોઇને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીએ પણ સતર્કતા વર્તી છે. અને માસ્ક પહેરીને શૂટિંગ ચાલું કર્યું હતું. જો કે હવે 19 માર્ચથી 31 માર્ચ સુધી ટીવી સીરિયલના સેટ પર શૂટિંગ બંધ છે. FWICE સંસ્થાએ મુંબઇમાં આજે પ્રોડ્યૂસરોથી મીટિંગ કરીને નિર્ણય કર્યા છે કે 19 માર્ચથી લઇને 31 માર્ચ સુધી ટીવી, સીરિયલ અને એડ તથા ફિલ્મોની શૂટિંગ સંદતર બંધ રહેશે. જેના કારણે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને તો ફટકો લાગશે જ સાથે જ આ નાના રોજનું રોજ મજૂરી કરીને કમાતા લોકોની પણ સ્થિતિ આવનારા સમયમાં કફોડી થશે.
  Published by:News18 Gujarati
  First published:March 16, 2020, 17:48 pm

  ટૉપ ન્યૂઝ