ખુલાસો! અમિતાભ બચ્ચનના ઘરે કેવી રીતે પહોંચ્યો Corona વાયરસ?

News18 Gujarati
Updated: July 12, 2020, 10:36 PM IST
ખુલાસો! અમિતાભ બચ્ચનના ઘરે કેવી રીતે પહોંચ્યો Corona વાયરસ?
બચ્ચન પરિવારના ઘરે કેવી રીતે પહોંચ્યો કોરોના? (ફોટો - સોશિયલ મીડિયા)

છેલ્લા 10 દિવસ પહેલા સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ લગભગ બંધ પડ્યું હતું. બચ્ચન પરિવાર પણ લોકડાઉન દરમિયાન ઘરમાં હતો. પછી એવું શું થયું કે, બચ્ચન પરિવાર સુધી કોરોના પહોંચી ગયો.

  • Share this:
મુંબઈ : પૂરા દેશને કોરોના વાયરસ (coronavirus) પ્રત્યે જાગરૂક બનાવવામાં સક્રિય અમિતાભ બચ્ચન (amitabh bachchan) અને તેમના પરિવાર સુધી આખરે કોરોના કેવી રીતે પહોંચી ગયો, તેને લઈ જાત-જાતની અટકળો લગાવવામાં આવી રહી છે. માર્ચમાં દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને છેલ્લા 10 દિવસ પહેલા સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ લગભગ બંધ પડ્યું હતું. બચ્ચન પરિવાર પણ લોકડાઉન દરમિયાન ઘરમાં હતો. પછી એવું શું થયું કે, બચ્ચન પરિવાર સુધી કોરોના પહોંચી ગયો.

બચ્ચન પરિવાર સુધી કોરોના પહોંચવા માટે કેટલાક લોકો અભિષેક બચ્ચનનું નામ લઈ રહ્યા છે તો કેટલાક અમિતાભને જવાબદાર બતાવી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે, મુંબઈના જે વોર્ડમાં તેમનું ઘર છે, તે ગંભીર રૂપથી સંક્રમિત વિસ્તાર છે. જેને પગલે કોઈ સ્થાનિક વ્યક્તિના માધ્યમથી કોરોના જલસા બંગ્લોમાં પહોંચી ગયો. તો જોઈએ શું છે અટકળો...

અમિતાભ બચ્ચન હતા સક્રિય

કોરોનાકાળમાં અમિતાભ ઘરમાં રહેતા પણ સક્રિય હતા. તે સોશિયલ મીડિયામાં લોકોને જાગરૂત કરતા વીડિયો બનાવી રહ્યા હતા. તે ફિલ્મી કલાકારોની એક શોર્ટ ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા, જે લોકડાઉનના સમર્થન માટે બની હતી. આ સિવાય તેમણે કોન બનેગા કરોડપતિનો પ્રોમો પણ આ દરમિયાન શૂટ કર્યો. જોકે, તે આ બધુ શૂટ કરતા પોતાના ઘરમાં જ હતા. પરંતુ આ શૂટીંગમાં મદદ માટે બહારથી પણ શું કેટલાક લોકો આવતા હતા. તે હજુ સ્પષ્ટ નથી.

આ પણ વાંચોહાર્દિક પટેલ Twitter પર ભૂલ કરી બેઠા, લોકોએ લીધી ખૂબ મજા, હવે થઈ રહ્યો Troll

ફિલ્મ પ્રચાર ડોટ કોમના સૂત્રો અનુસાર, છેલ્લા 10 દિવસમાં અમિતાભે એક એડ ફિલ્મ માટે ડબિંગ શરૂ કર્યું હતું. ડબિંગ માટે તે પોતાના ઘરથી નીકળી પડોશમાં બનેલા બંગલા જલસામાં ગયા હતા. અહીં બનેલા સ્ટુડીઓમાં ડબિંગ થયું હતું.કેટલાક સૂત્રોનું એ પણ કહેવું છે કે, અમિતાભ હાલમાં એક વિજ્ઞાપનના શૂટિંગ માટે અંધેરી સ્થિત એક મોટા સ્ટૂડિયોમાં પણ ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, છેલ્લા 10 દિવસની સક્રિયતાના કારણે જ બીગ બીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, જે લોકો છેલ્લા 10 દિવસથી મારા સંપર્કમાં આવ્યા છે, તે તકેદારી માટે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.

અભિષેક બચ્ચન નીકળ્યા હતા ડબિંગ માટે

ફિલ્મ પ્રચાર ડોટ કોમ અનુસાર, માર્ચથી જૂન સુધી લોકડાઉનમાં ઘરમાં રહેનારા અભિશેક બચ્ચન પોતાની હાલની વેબસિરીઝ 'બ્રેથ: ઈન્ટૂ ધ શેડો'ના ડબિંગ માટે જૂલાઈમાં વર્સોવા સ્થિત એક સ્ટૂડિયોમાં વારંવાર જતા હતા. જોકે, તે માસ્ક પહેરીને જતા જોવા મળી રહ્યા હતા પરંતુ સ્ટૂડિયોમાં ડબિંગ દરમિયાન અથવા પછી આવતા-જતા રસ્તામાં તેમને કોરોના વાયરસે સંક્રમિત કરી દીધા હોય તો આશ્ચર્ય નહીં.

અભિષેક કોરોના પોઝિટિવ આવ્યા બાદ સ્ટુડિયોને સેનેટાઈઝ કરી દેવામાં આવ્યો છે. એ પણ ચર્ચા છે કે, અભિષેક પોતાની એક ફિલ્મ બિગ બુલના ડબિંગ માટે પણ સક્રિય હતા. આ દરમિયાન તેમનું ઘરની બહાર આવવા-જવાનું વારંવાર ચાલતુ હતું.

જૂહુમાં ફેલાયેલું ભયાનક સંક્રમણ

અંધેરીના જે જૂહુ વિસ્તારમાં બચ્ચન પરિવાર રહે છે, ત્યાં કોરોનાનો પ્રભાવ વધારે છે. આજ કારણ છે કે, થોડા દિવસ પહેલા બીએમસીએ બચ્ચનના બંગ્લોને સેનેટાઈઝ પણ કર્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે, બંગ્લાની આસપાસનો વિસ્તાર કોવિડ હોટસ્પોટ છે. એવામાં સંભવ છે કે, કોઈ લોકલ વ્યક્તિ અથવા ઘરમાં આવતા-જતા કર્મચારીઓના કારણે બચ્ચન પરિવારમાં આ ખતરનાક વાયરસ પહોંચી ગયો છે.
Published by: kiran mehta
First published: July 12, 2020, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading