'તાન્હાજી'ના વીડિયો ક્લિપમાં મોદીને શિવાજીના રૂપમાં દેખાડ્યા, શિવસેનાએ ઉઠાવ્યા સવાલ

News18 Gujarati
Updated: January 22, 2020, 9:55 AM IST
'તાન્હાજી'ના વીડિયો ક્લિપમાં મોદીને શિવાજીના રૂપમાં દેખાડ્યા, શિવસેનાએ ઉઠાવ્યા સવાલ
પ્રતિકાત્મક વીડિયો

આ ક્લિપ ટ્વિટર હેન્ડલ પૉલિટિકલ કીડા પર પોસ્ટ કરવામાં આવી છે.

  • Share this:
બોલિવૂડ ફિલ્મ તાન્હાજી- ધ અનસંગ વૉરિયરના (Tanhaji The unsung Warrior) એક ભાગનું થોડું એડિટિંગ કરીને સોશિયલ મીડિયામાં તેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ક્લિપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને છત્રપતિ શિવાજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને તાન્હાજીના રૂપમાં બતાવ્યા છે. મહારાષ્ટ્રમાં ગૃહમંત્રી અને રાકાંપા નેતા અનિલ દેશમુખે આ વીડિયોની નિંદા કરી છે અને કહ્યું છે કે સરકાર યૂટ્યૂબમાં આ મામલો ઉઠાવે. સૌથી પહેલા આ ક્લિપ ટ્વિટર હેન્ડલ પૉલિટિકલ કીડા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઉદયભાન સિંહ રાઠોડના રૂપમાં દેખાડવામાં આવ્યા છે.

વીડિયો ક્લિપની નિંદા કરતા મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખે કહ્યું કે આ વીડિયો મામલે ફરિયાદ મળી હતી અને સરકાર યૂટ્યૂબની સમક્ષ આ મુદ્દો ઉઠાવે. શિવસેના નેતા સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું કે તેમની પાર્ટી છત્રપતિ શિવાજીનું આ રીતનું અપમાન સહન નહીં કરે. તેમણે ક્હ્યું કે જે લોકોએ તેમની ટિપ્પણીનો વિરોધ કર્યો તે આ ક્લિપને લઇને ચુપ કેમ છે.
ભાજપે આ વીડિયો ક્લિપથી દૂરી બનાવતા કહ્યું કે આ પાર્ટી સંબંધિત નથી અને છત્રપતિ શિવાજીની સાથે કોઇ પણ કોઇની તુલના ન કરવી જોઇએ. દેશમુખે કહ્યું કે હું રાજનૈતિક લાભ માટે આટલું નીચે પડવા માટે ભાજપની નિંદા કરું છું. શિવાજી મહારાજ, તાન્હાજીનો ઉપયોગ કરવું ખોટું છે. આ મુદ્દેને યૂટ્યૂબમાં ઉઠાવવામાં આવે.

રાઉતે કહ્યું કે તેમની પાર્ટી તેમના 'દેવતા" શિવાજી મહારાજનું અપમાન સહન નહીં કરે. ભાજપ નેતા રામ કદમે આ વીડિયો ક્લિપ પર તેમની પાર્ટીને દૂર રાખવાની વાત કહી. અને કહ્યું કે ભાજપના ટ્વિટર એકાઉન્ટ રાજનીતિક કીડા પર પોસ્ટ કરેલી ક્લિપથી તેમનો કોઇ સંબંધ નથી. આ ભાજપનો અધિકારિક વીડિયો નથી. અને તેને ક્યાંય પણ અભિયાનમાં ઉપયોગમાં નથી લેવામાં આવ્યો .ભાજપ કદી પણ છત્રપતિ શિવાજી મહારાજની સાથે કોઇની પણ તુલનાનો બચાવ નહીં કરે. કદમે કહ્યું કે રાઉત આ મુદ્દાને એટલા માટે મોટો કરી રહ્યા છે કે કારણ કે તે એક કોંગ્રેસ નેતા છે અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણથી સંબંધિત સવાલોના જવાબથી તે બચવા માંગે છે માટે આ બધુ કરી રહ્યા છે.
First published: January 22, 2020, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading