'બોર્ડર' અને 'અંદાઝ અપના અપના' ફિલ્મનાં સિનેમેટોગ્રાફર ઇશ્વર બિદરીનું નિધન

'બોર્ડર' અને 'અંદાઝ અપના અપના' ફિલ્મનાં સિનેમેટોગ્રાફર ઇશ્વર બિદરીનું નિધન
સિનેમેટોગ્રાફર ઇશ્વર બિદરીનું નિધન

જાણીતા સિનેમેટોગ્રાફર ઇશ્વર બિદરી (Cinematographer Ishwar Bidri)નું રવિવારે સવારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણએ નિધન થઇ ગયુ છે. તેઓ 87 વર્ષનાં હતાં. બિદરીએ 1990નાં નાં દાયકામાં 'અંદાજ અપના અપના' અને 'બોર્ડર' (Border) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ જાણીતા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જાણીતા સિનેમેટોગ્રાફર ઇશ્વર બિદરી (Cinematographer Ishwar Bidri)નું રવિવારે સવારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણએ નિધન થઇ ગયુ છે. તેઓ 87 વર્ષનાં હતાં. બિદરીએ 1990નાં નાં દાયકામાં 'અંદાજ અપના અપના' (Andaz Apna Apna) અને 'બોર્ડર' (Border) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ જાણીતા છે.

  બિદરીનાં દીકરા સંજીવ બિદરીનું કહેવું છે કે જાણીતા ફોટોગ્રાફી નિર્દેશકનું નિધન હોસ્પિટલમાં થયું છે. સંજીવ બિદરીએ PTI ભાષાને કહ્યું કે, 'તેમને 20 ડિસેમ્બરનાં કર્ણાટકનાં બેલગામમાં એક લગ્ન સમારંભ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો અને અમે તુંરત જ તેમને કેએલઇસ હોસ્પિટલમાં લઇ ગયા હતાં.'  સંજીવ બિદરીએ જણાવ્યું કે, 'તેમને હોસ્પિટલમાં ફરીથી હાર્ટ એટેક આવ્યો હતો ઉંમર વધારે હોવાને કારણે તેમને અન્ય પણ ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામો કરવો પડ્યો હતો. રવિવારે સવારે 9.50 વાગ્યે તેમનું નિધન થઇ ગયું હતું'

  કર્ણાટકનાં બનહટ્ટી નગરમાં જન્મેલા ઇશ્વર બિદરીને ફિલ્મ નિર્માતા જે પી દત્તાની સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે. તેમણે 1980નાં દાયકાનાં અંતમાં 'યતીમ', 'બટવારા', અને 1990માં 'અંદાઝ અપના અપના' અને 1998માં 'બોર્ડર' જેવી ફિલ્મોનું શૂટિંગ કર્યુ હતું. તેમનાં મોતની ખબર સાંભળીને દત્તા ભઆવૂક થઇ ગયા હતાં. દત્તાએ સિનેમેટોગ્રાફરને તેમની ટીમની 'મહાન સંપત્તિ'નાં રૂપમાં યાદ કર્યા, જે પરિવારનાં એક સભ્ય બની ગયા હતાં.
  Published by:Margi Pandya
  First published:December 28, 2020, 10:12 am

  ટૉપ ન્યૂઝ