કોરોના કાળમાં લાંબા સમય પછી ફરી એક વાર દેશભરમાં સિનેમા હોલ ખુલી રહ્યા છે. વાયરસ સામે સંક્રમણ કેસ વધતા જ દેશભરમાં મહિનાઓથી સિનેમા ઘર પર તાળા લાગ્યા હતા. પણ ગુરુવાર એટલે કે 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવામાં આવશે. પણ તેમ છતાં સિનેમા હોલના માલિકો અને દર્શકોએ સિનેમા હોલ જતા પહેલા અમુક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો કે બીજી તરફ સિનેમા હોલના માલિકોએ પણ લોકોને આવકારવા માટે ખાસ તૈયારી કરી છે.
અને કેટલાક લોકોની ખાસ ફ્રી ટિકિટની સુવિધા પણ આપી છે. અને સિનેમાહોલ આવનાર લોકોની સુરક્ષા માટે પણ ખાસ તૈયારી કરી છે. વધુમાં ખાવા પીવાની વસ્તુઓ માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કે કાલે સિનેમા હોલ ખુલતા તમને પીવીઆરમાં નવી સુવિધા જોવા મળશે. પીવીઆર પોતાના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે મફત શોનું આયોજન કર્યું છે. સાથે જ વીકેન્ડ પર કોરોના વોરિયર્સના નામે રાખવામાં આવ્યો છે. કોરોના વોરિયર્સને પણ વીકેન્ડમાં મફત શો જોવા મળશે. કોરોના કાળમાં પહેલીવાર સિનેમા હોલ ખુલવાની સાથે સુરક્ષા અને સલામતી પર પણ ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે.
હવે સિનેમા ઘરમાં ડિજિટલ ટિકિટ બુકિંગ પર ભાર મૂકવામાં આવશે અને તમને આ અંતર્ગત અંદર પ્રવેશ આપવામાં આવશે. બોક્સ ઓફિસ માટે ખાલી એક જ કાઉન્ટર ખોલવામાં આવશે. અને PPE કીટ પણ તમે કાઉન્ટર પરથી ખરીદી શકશો. તમને અહીં 30,50,100 રૂપિયાની કિંમતમાં PPE કિટ મળશે.
વધુ વાંચો :
Bigg boss 14માં ઘરની બહાર નીકળીને સિદ્ધાર્થ શુક્લા પર ભકડી સારા ગુરપાલ
આ સિવાય સિનેમા હોલમાં દાખલ થતા જ તમારું તાપમાન ચેક કરવામાં આવશે. અને તમારા ફોનમાં આરોગ્ય સેતુ હોવું જરૂરી છે. વળી સિનેમા હોલમાં અંદર ખાલી 50 ટકા સીટો જ ભરવામાં આવશે. અને એક સીટ છોડીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાથે જ શો પછી આખા હોલને ડીપ સેનેટાઇજેશન કરવામાં આવશે. આ સિવાય ખાવા-પીવાની વસ્તુઓ સાથે ખાસ યુવી સ્ટેરેલાઇજેશન કેબિનેટ રાખવામાં આવશે. જેથી વસ્તુઓ સ્ટરીલાઇઝ થઇને ગ્રાહકો સુધી પહોંચે. વધુમાં પેક્ટ ખાવાનું રાખવામાં આવશે. આ સિવાય સિનેમાહોલના દરવાજા અને હેન્ડલ પર એન્ટી મિક્રોબીયોલ શીટ લગાવવામાં આવશે.
Published by:Chaitali Shukla
First published:October 14, 2020, 17:26 pm