કોરિયોગ્રાફર સરોજ ખાનની તબીયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ

News18 Gujarati
Updated: June 23, 2020, 9:19 PM IST
કોરિયોગ્રાફર સરોજ ખાનની તબીયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ
સરોજ ખાન હોસ્પિટલમાં ભરતી

તેમણે સુપરડુપર હિટ ફિલ્મો મિસ્ટર ઈન્ડીયા, ચાંદની, બેટા, તેજાબ, નગીના, ડર, બાજીગર, અંજામ, મોહરા, યારાના, દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, પરદેશ વગેરે અનેક ફિલ્મોના ગીતને કોરિયોગ્રાફ કર્યા છે.

  • Share this:
મુંબઈ : બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મંગળવારે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, તેમને શ્વાસ લેવામાં પરેશાનીને લઈ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તેમની ઉંમર 71 વર્ષ છે.

સરોજ ખાને બોલિવુડને શાનદાર ગીતો આપ્યા છે. તેમના દ્વારા શીખવવામાં આવેલા ડાન્સને લઈ બોલીવુડમાં અનેક કલાકારોનું ભવિષ્ય બન્યું છે. તેમણે વર્ષ 1983માં હીરો ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી હતી. જ્યારે તેમની કોરિયોગ્રાફર તરીકે અંતિમ ફિલ્મ કલેક હતી.


આ સિવાય તેમણે સુપરડુપર હિટ ફિલ્મો મિસ્ટર ઈન્ડીયા, ચાંદની, બેટા, તેજાબ, નગીના, ડર, બાજીગર, અંજામ, મોહરા, યારાના, દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, પરદેશ, દેવદાસ, લગાન, સોલ્જર, તાલ, ફિઝા, સાથિયા, સ્વદેશ, કુછ ના કહો, વીર જારા, ડોન, ફના, ગુરૂ, નમસ્તે લંડન, જવ વી મેટ, એજન્ટ વિનોદ, રાઉડી રાઠોડ, એબીસીડી, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, મણિકર્ણિકા આવી અનેક ફિલ્મોના ગીતને કોરિયોગ્રાફ કર્યા છે.
First published: June 23, 2020, 9:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading