બોલિવૂડ અભિનેત્રી મીનુ મુમતાઝનું કેનેડામાં નિધન, મીના કુમારીએ રાખ્યું હતું તેનું નામ

મીનુ મુમતાઝનું નિધન

પ્રખ્યાત કોમેડિયન મેહમૂદ અલી (Mehmood Ali)ની બહેન મીનુના મૃત્યુની માહિતી તેના ભાઈ અનવર અલીએ આપી છે

 • Share this:
  ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે, નૃત્યાંગના અને પ્રખ્યાત પાત્ર કલાકાર મીનુ મુમતાઝ (Minoo Mumtaz)નું કેનેડામાં નિધન થયું છે. પ્રખ્યાત કોમેડિયન મેહમૂદ અલી (Mehmood Ali)ની બહેન મીનુના મૃત્યુની માહિતી તેના ભાઈ અનવર અલીએ આપી છે. 50ના દાયકાના પ્રખ્યાત સહાયક કલાકારના નિધનના સમાચાર આવતા જ બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પીઢ અભિનેત્રી મીના કુમારી (Meena Kumari)ની ખૂબ નજીક હતી.

  1950થી 1960ના દાયકા સુધી ઘણી ફિલ્મોમાં નૃત્યાંગના તરીકે કામ કરનાર મીનુ મુમતાઝ નૃત્યાંગનાની સાથે સાથે પાત્ર કલાકાર પણ હતી. મીનુ મુમતાઝનું સાચું નામ મલિકૌનિસા અલી હતું. જ્યારે તેણીએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે પ્રખ્યાત અભિનેત્રી મીના કુમારીએ તેનું નામ બદલીને મીનુ મુમતાઝ રાખ્યું. ત્યારથી મીનુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મીનુ મુમતાઝ તરીકે ફેમસ થઈ ગઈ.

  મીનુ મુમતાઝના મૃત્યુની માહિતી મીડિયાને આપતાં તેમના ભાઈ અવનેર અલીએ ઈન્ડસ્ટ્રીના લોકો તેમજ મીડિયા અને ફેન્સનો આભાર માન્યો છે. મીનુએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટેજ ડાન્સર તરીકે કરી હતી. મીનુની પહેલી ફિલ્મ 'સખી હાતીમ' (Sakhi Hateem) હતી. આ ફિલ્મમાં તે બલરાજ સાહની જેવા પીઢ અભિનેતા સાથે હતી. મીનુએ ગુરુ દત્ત સાહેબ સાથે પણ કામ કર્યું. 'ચૌધવીન કા ચાંદ', 'કાગઝ કે ફૂલ', 'સાહિબ બીવી ઔર ગુલામ', 'તાજમહેલ', 'ઘુંઘાટ', 'ઈન્સાન જગ ઉથા', 'ઘર બસાકે દેખો' જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મીનુએ આજે દુનિયા છોડી દીધી છે.

  આ પણ વાંચોBigg Boss 15માં કોને કેટલા મળી રહ્યા સૌથી વધુ પૈસા? 12ને તો મળે છે માત્ર આટલી ફી

  મીનુ મુમતાઝ લાંબા સમયથી કેનેડામાં રહેતી હતી. મીનુએ 1963માં ડિરેક્ટર એસ અલી અકબર સાથે લગ્ન કર્યા હતા. તેમને 3 પુત્રી અને એક પુત્ર છે.
  Published by:kiran mehta
  First published: