લાખો રૂપિયા આપીને સેલેબ્સ અહીંથી મંગાવે છે હેલ્ધી ડાયટ

News18 Gujarati
Updated: August 1, 2019, 3:22 PM IST
લાખો રૂપિયા આપીને સેલેબ્સ અહીંથી મંગાવે છે હેલ્ધી ડાયટ
પ્રતિકાત્મક તસવીર

એકદમ બિઝી શિડ્યુલમાં સ્ટાર્સ કઇ રીતે ફીટ રહે છે ?

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : એકદમ બિઝી શિડ્યુલમાં સ્ટાર્સ કઇ રીતે ફીટ રહે છે ? આ બોલિવૂડ હસ્તીઓ આખો દિવસ શું ખાતા હશે. એમની ડાયટનો ખ્યાલ રાખે છે. આવા અનેક સવાલો આપણને થતા હોય છે. તેમનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે ફિટનેસ ટ્રેનર્સ તો હોય જ છે તેની સાથે જે તેમનું જમવાનું ક્યાંથી આવે છે. તેનો ખુલાસો થયો છે. રણવીર સિંહ, દિપીકા પાદુકોણ, અક્ષય કુમાર, અર્જુન કપૂર જેવા સિતારાઓ પોતાની ફિટનેસ સારી રાખવા માટે એક સર્વિસનો ફાયદો લે છે.

જો તમે એ વિચારીને હેરાન છો કે તેમને ખાવાનું કોણ સપ્લાઇ કરે છે. તો એ છે Pod Supply નામની સર્વિસ. આ એક મીલ સર્વિસ છે જે હેલ્ધી ડાયટ માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. રણવીર સિંહ '83'નાં શૂટિંગ શેડ્યુલમાં અહીંથી જ ટિફિન સર્વિસ લે છે. આદિત્ય રોયે 'મંગલ'નાં શેડ્યૂલમાં અહીંથી જ ખાવાનું મંગાવ્યું. અક્ષય કુમાર અને ફોરએવર યંદ અનિલ કપૂર પણ અહીંથી જ ખાવાનું મંગાવીને પોતાનાં સ્વાસ્થ્યની સંભાળ રાખે છે.

આ પણ વાંચો : રણબીર સાથે શૂટ કરી રહી હતી દીપિકા, મળવા પહોચ્યો હતો રણવીર

સાાન્ય માણસ માટે પણ શરૂ થશે આવી સર્વિસ

સેલેબ્સ લાખો રૂપિયા આપીને હેલ્ધી ખાવાનું મંગાવે છે. પરંતુ સામાન્ય માણસોનું શું. પોડ સ્પલાય સામાન્ય માણસો માટે પણ જલ્દી જ પોડ લાઇટ સર્વિસ શરૂ કરવાનાં છે. જેથી સામાન્ય માણસો પોતાના ફેવરેટ સેલેબ્સ જેવી જ ડાયટ લઇ શકે છે. આ તે લોકો માટે સારૂં છે કે જેઓ પોતાનાં સ્વાસ્થ્ય માટે ઘણાં જ એલર્ટ છે.
First published: August 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...