સોનૂ સૂદ સહિત કરોડો કમાતા આ બોલીવુડ સેલેબ્સ પર લાગી ચૂક્યા છે કરચોરીના આરોપ, તમે પણ જાણો નામ

સોનૂ સૂદના ઓફિસે પડેલી આઈટી રેડમાં 20 કરોડની કરચોરી સામે આવી હતી.

  તાજેતરમાં બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ (Sonu sood) પર ટેક્સ ચોરી(Tax evasion)નો આરોપ મુકવામાં લગાવવામાં આવ્યો છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે (Incometax Department) સતત 2 દિવસ સુધી અલગ અલગ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.

  • Share this:
નવી દિલ્હી:  તાજેતરમાં બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ (Sonu sood) પર ટેક્સ ચોરી(Tax evasion)નો આરોપ મુકવામાં લગાવવામાં આવ્યો છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે (Incometax Department) સતત 2 દિવસ સુધી અલગ અલગ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ સહિત 28 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા રૂ. 20 કરોડની કરચોરીના પુરાવા (Evidence of tax evasion) મળ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓ પર ટેક્સ ચોરીનો આરોપ મુકવામાં આવ્યો છે.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અભિનેત્રી તાપસી પન્નૂ (Tapse Pannu) અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના (Anurag Kashyap) ઘરે દરોડા પાડ્યા હતા. આ બંને સેલેબ્સ પર ટેલેન્ટ એજન્સીની મદદથી ટેક્સ ચોર કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ બંને સેલેબ્સના મુંબઈ અને પુણેમાં 20 અલગ અલગ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. દરોડા પાડ્યા બાદ તાપસી અને અનુરાગે તમામ ટેક્સ ચોરીના આરોપને નકાર્યા હતા.

વર્ષ 2011માં બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફના ઘર અને ઓફિસ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. કેટરીના પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેણે જાહેરાત, વિદેશી એસાઈનમેન્ટ અને ગેસ્ટ અપીરિયન્સમાં થયેલ કમાણી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી છુપાવી છે. કેટરીનાએ આ તમામ આરોપો નકાર્યા હતા.

વર્ષ 2000માં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રાની મુખર્જીના ઘરે દરોડા પાડીને રૂ. 12 લાખ જપ્ત કર્યા હતા. માધુરી દિક્ષિતના ઘરે પણ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. કહેવામાં આવતું હતું કે, માધુરી દીક્ષિતે મેનેજરને ઘરમાં છુપાવવા માટે ખૂબ જ વધુ રકમ આપી હતી. આ વાતમાં કેટલું તથ્ય છે, તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

વર્ષ 2000માં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સલમાન ખાનના ઘરે દરોડા પાડ્યા હતા અને તેમના ભાઈ અરબાઝ ખાનને પણ પૂછપરછ કરી હતી. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સલમાનના મુંબઈ અને પનવેલના અનેક સ્થળ પર દરોડા પાડ્યા હતા.

સૌથી અધિક કમાણી કરનાર અભિનેત્રીઓમાંથી એક પ્રિયંકા ચોપડાના ઘરે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. જે સમયે પ્રિયંકા ચોપડાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, તે સમયે તેમના ઘરે શાહિદ કપૂર પણ ઉપસ્થિત હતા. પ્રિયંકા પાસે 6 કરોડની અને તેમના પિતા અશોક પાસે 1.5 કરોડની બેનામી સંપત્તિ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: Video: ઉર્ફી જાવેદ જીન્સનું બટન ખોલી એરપોર્ટ પર પહોંચી, લોકોએ TROLL કરતા કહ્યું- આ કઇ ફેશન

વર્ષ 2012માં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સંજય દત્તના ઘરે દરોડા પાડ્યા હતા. સંજય દત્ત પાસે કરોડો રૂપિયાની વિદેશી ઘડિયાળ હતી, જેના પર કસ્ટમ ડ્યૂટી ચૂકવવામાં આવી નહોતી. દરોડા પાડ્યા તેના એક દિવસ પહેલા સંજય દત્તની પત્ની માન્યતા દત્તના હાથમાં 55-60 લાખની વિદેશી ઘડિયાળ જોવા મળી હતી.
Published by:kuldipsinh barot
First published: