શર્ટલેસમાં પોઝ આપનાર આ બાળકને ઓળખી બતાવો, હિન્ટ - હાલમાં પણ ફિલ્મોમાં શર્ટલેસ થાય જ છે
શર્ટલેસમાં પોઝ આપનાર આ બાળકને ઓળખી બતાવો, હિન્ટ - હાલમાં પણ ફિલ્મોમાં શર્ટલેસ થાય જ છે
સલમાન ખાન બાળપણનો ફોટો
ક્યારેક સેલેબ્સના બાળપણના ફોટા (Bollywood Celebrity Childhood Photos) જોઈને ઓળખવું સહેલું હોય છે તો ક્યારેક બહુ મુશ્કેલ હોય છે. આ વખતે એક એવો ફોટો સામે આવ્યો છે, જેમાં બોલિવૂડ સ્ટારને ઓળખવો મુશ્કેલ છે
દર્શકો તેમના મનપસંદ બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Celebrity Childhood Photos) વિશે વધુને વધુ જાણવા માંગે છે. ફેન્સ ઉત્સુક હોય છે કે તેમના મનપસંદ સ્ટાર્સ બાળપણમાં કેવા દેખાતા હતા. બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર તેમના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. ઘણી વખત આ સ્ટાર્સના ફેન્સ તેમના બાળપણના ફોટા પણ શેર કરતા હોય છે.
ક્યારેક સેલેબ્સના બાળપણના ફોટા જોઈને ઓળખવું સહેલું હોય છે તો ક્યારેક બહુ મુશ્કેલ હોય છે. આ વખતે એક એવો ફોટો સામે આવ્યો છે, જેમાં બોલિવૂડ સ્ટારને ઓળખવો મુશ્કેલ છે. આ ફોટો લગભગ 13 કલાક પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો.
ફોટોમાં બાળકના ટશને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી બાળકીની તસવીર એક સ્ટારની છે, જેને ફેન્સ ઘણી ચર્ચા કર્યા પછી પણ ઓળખી શક્યા નથી. ફોટામાં દેખાતા બાળકે ગળામાં ચેન પહેરી છે અને શર્ટ વગર બીગ ટશન સાથે કેમેરા સામે પોઝ આપી રહ્યો છે. મોટા વાળ સાથે બાળકનો સ્વેગ બને છે. શું તમે કહી શકશો કે આ કયો બોલિવૂડ સ્ટાર છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોટોમાં શર્ટલેસ પોઝ આપનાર બાળક બીજું કોઈ નહીં પણ સલમાન ખાન (Salman Khan Childhood) છે. આ ફોટો પરથી તેને ઓળખવો કોઈપણ માટે મુશ્કેલ છે, પરંતુ તેની સ્ટાઈલ અને સ્વેગ પરથી સ્પષ્ટ થાય છે કે, તે બીજું કોઈ નહીં પણ સલમાન ખાન (Salman Khan) છે. ફોટો જોઈને લાગે છે કે, સલમાન ખાનને બાળપણથી જ શર્ટલેસ ફોટો પડાવવાનો શોખ હતો.
કોઈએ સંજય દત્ત કહ્યું તો કોઈએ અક્ષય કુમારને કહ્યું
જ્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે મોટાભાગના નેટીઝન્સને લાગ્યું કે, આ સલમાન ખાનનો ફોટો છે. કેટલાક નેટીઝન્સને આ ફોટો સંજય દત્તનો અને કેટલાકને અક્ષય કુમારનો પણ લાગ્યો હતો. સલમાન ખાનનો આ ફોટો તેના ફેન્સ માટે કોઈ ખજાનાથી ઓછો નથી. અભિનેતાના ચાહકો કોમેન્ટ કરીને ભાઈજાન માટે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર