એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આર્જેન્ટિનાનાં લીજન્ડ્રી ફૂટબોલર ડિએગો મારાડોનાનું બુધવારે હાર્ટએટેકથી નિધન થઇ ગયુ છે. 60 વર્ષની ઉંમરમાં ડિએગા મારાડોનાએ દુનિયાને અલવિદા કહી દીધી છે. આ ખબરથી દુનિયાભરનાં તેનાં ફેન્સ અને બોલિવૂડ સ્ટાર્સ શોકમાં છે. એવામાં સોશિયલ મીડિયા પર સૌ કોઇ મારાડોનાને તેમનાં અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ચાલો નજર કરીએ કોણે કોણે શ્રદ્ધાંજલિ આપી.
રણવીર સિંહે મારાડોનાની તસવીર શેર કરતાં તુટેલાં દિલની ઇમોજી બનાવી શેર કરી હતી.
એક્ટર અભિષેક બચ્ચન ફૂટબોલનો મોટો ફેન છે. તેણે મારાડોનાને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, 'RIP લીજેન્ડ, તેની સાથે તેણે #GOAT લખ્યું હતું જેનો અર્થ થાય છે Greatest of All Time!
Diego Maradona....you made football even more beautiful. You will be sorely missed and may you entertain and enthral heaven as you did this world. RIP.... pic.twitter.com/PlR2Laxfj2
કુણાલ કપૂરે લખ્યું- જ્યારે અમે મોટા થઇ રહ્યાં હતાં તો દરેક રમતમાં સૌ કોઇ જર્સી નંબર 10 માટે લડતુંહ તું. અને હું જાણું છું કે, દરેકનાં રૂમમાં તેમનું પોસ્ટ રહેતું હતું. મરાડોનાનો એક એવી અસર હતી.