જ્યારે આખા બોલિવૂડે શ્લોકા-આકાશ અંબાણીની પાર્ટીમાં સ્ટેજ પર લગાવ્યા ઠુમકા!

News18 Gujarati
Updated: July 2, 2018, 2:47 PM IST
જ્યારે આખા બોલિવૂડે શ્લોકા-આકાશ અંબાણીની પાર્ટીમાં સ્ટેજ પર લગાવ્યા ઠુમકા!
30 જૂનનાં રોજ મુકેશ અંબાણીનાં દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની સગાઇ હતી. આ સગાઇનાં ગ્રાન્ડ સેલિબ્રેશનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન મુકેશ અને નીતા અંબાણીનાં દીકરા આકાશ અંબાણીની પાર્ટી હતી

  • Share this:
મુંબઇ: 30 જૂનનાં રોજ મુકેશ અંબાણીનાં દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની સગાઇ હતી. આ સગાઇનાં ગ્રાન્ડ સેલિબ્રેશનનો વીડિયો સામે આવ્યો છે. મુકેશ અને નીતા અંબાણીનાં દીકરા આકાશ અંબાણીની પાર્ટીનાં આ વીડિયોમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ગ્રુપ ડાન્સ કરતાં નજર આવે છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન, રણબીર કપૂર, અભિષેક બચ્ચન, નવ્યા નવેલી નંદા અને અર્જૂન કપૂર નજર આવે છે. તો શંકર મહાદેવન અને કૈલાશ ખૈરે પ્રી એન્ગેજમેન્ટ મંહેદી પાર્ટીમાં ખાસ મ્યૂઝિકલ પરફોર્મન્સ આપ્યુ હતું.
આ ઉપરાંત આ ઇવેન્ટનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયોમાં શાહરૂખ ખાન સ્ટેજ પર રાધિકા મર્ચન્ટ સાથે ઉભો છે. રાધિકા તે જ યુવતી છે જેની સાથે અનંત અંબાણીનાં અફેરની વાતો સામે આવી હતી. બંનેની સગાઇ થઇ ગઇ હોવાનું પણ સામે આવ્યું હતું જે બાદ એમ સામે આવ્યું કે આ વાત માત્ર અફવા છે. વીડિયોમાં શાહરૂખ અનંતને પુછે છે કે, "અનંત 10માંથી તને શું લાગે છે. રાધિકાને મળવા જોઇએ? અનંત કહે છે 10 બિલિયન. શાહરૂખ ખાન તેનાં જવાબમાં કહે છે. ભાઇ તુ તો ખુબ પૈસા ઉડાવી રહ્યો છે. તેનાં પર અનંત કહે છે, infinity."

First published: July 2, 2018
વધુ વાંચો
अगली ख़बर