સૈફ અલી ખાન (Saif Ali Khan) અને રાની મુખર્જી (Rani Mukerji) સ્ટારર ફિલ્મ 'બંટી ઔર બબલી 2' (Bunty Aur Babli 2) આખરે રિલીઝ થઈ. આ ફિલ્મના રિલીઝ થતાની સાથે જ અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ 'સૂર્યવંશી' (Sooryavanshi)ની કમાણીની ગતિ અટકવાની સંભાવના છે. જો કે બંને ફિલ્મો અલગ-અલગ જોનરની છે, પરંતુ તેમ છતાં એવું માનવામાં આવે છે કે, આ ફિલ્મ રોહિત શેટ્ટીની ફિલ્મની કમાણીનાં માર્ગમાં મોટો ખતરો બની શકે છે.
'બંટી ઔર બબલી 2' 'સૂર્યવંશી'ને આપી શકે છે ટક્કર
લાંબા સમય બાદ દર્શકો સૈફ અલી ખાન અને રાની મુખર્જીની જોડીને કોમેડીથી ભરપૂર ફિલ્મ 'બંટી ઔર બબલી 2' સાથે થિયેટરમાં જોઈ રહ્યા છે. બંને લગભગ 12 વર્ષ પછી એકસાથે સિલ્વર સ્ક્રીન શેર કરી રહ્યા છે. તો, અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'સૂર્યવંશી' ધમાકેદાર કમાણી કરી રહી છે. જોકે, 'સૂર્યવંશી' માટે રાહતની વાત છે કે, તે છેલ્લા બે અઠવાડિયાથી ઘણી કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં જો ફિલ્મ સમીક્ષકોનું માનીએ તો 'બંટી ઔર બબલી 2'ના કારણે કમાણી મામલે થોડો પડકાર રહેશે.
શું 'બંટી ઔર બબલી 2' 'સૂર્યવંશી'ની કમાણી પર બ્રેક લગાવશે?
બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર, 'સૂર્યવંશી'એ બુધવાર સુધી બીજા સપ્તાહમાં 163.07 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ થવામાં વધારે દૂર નથી. જોકે 'બંટી ઔર બબલી 2' આના પર બ્રેક લગાવી શકે છે. કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના કારણે થિયેટર બંધ હતા. હવે તે ધીમે ધીમે ખૂલવા માંડ્યા છે. 'સૂર્યવંશી' પછી હવે સૈફ અને રાનીની ફિલ્મ દર્શકોનો ધસારો વધારવામાં મદદરૂપ થશે. પરંતુ આના પરથી એ નિશ્ચિત છે કે, છેલ્લા બે સપ્તાહથી એકલા હાથે રાજ કરી રહેલા 'સૂર્યવંશી'ને ચોક્કસ ટક્કર મળશે.
ફિલ્મ ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે, 'બંટી ઔર બબલી 2' સારી ઓપનિંગ કરી શકે છે. આ ફિલ્મ લગભગ 4-5 કરોડની કમાણી સાથે ખાતું ખોલાવી શકે છે. તમને જણાવી દઈએ કે 2005માં આવેલી ફિલ્મ 'બંટી ઔર બબલી'એ શાનદાર કમાણી કરી હતી. ફિલ્મનું કલેક્શન 36.25 કરોડ હતું. ફિલ્મ સમીક્ષકોએ પણ ઉત્તમ પ્રતિભાવો આપ્યા હતા. અગાઉની ફિલ્મમાં અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની જોડી હતી, આ વખતે રાની સાથે સૈફ અલી ખાન છે. જોવાનું એ રહેશે કે આ જોડીને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે. આ સિવાય સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાળા જેવા નવા સ્ટાર્સની હાજરી આ વખતે કેવો ચમત્કાર બતાવી શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર