શાહરૂખ ખાનના બંગલા મન્નતની પાસેની બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, 1ની મોત

News18 Gujarati
Updated: March 20, 2020, 10:37 AM IST
શાહરૂખ ખાનના બંગલા મન્નતની પાસેની બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, 1ની મોત
શાહરૂખ ખાનના ઘરની પાસેની બિલ્ડીંગ લાગી આગ

આ દુર્ધટનામાં એક 20 વર્ષીય યુવતીનું મોત થયું છે.

  • Share this:
બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ કાનના ઘરની પાસે જ થઇ એક ભયાનક ઘટના. મુંબઇમાં બાંદ્રા સ્થિતિ એક બિલ્ડિંગના ફ્લેટમાં ગુરુવારે સવારે સાત વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી. આ બિલ્ડિંગ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના બિલ્ડિંગ મન્નત (Mannat)ની પાસે જ છે. આ ઘટનામાં એક યુવતીનું મોત થયું છે. અને એક મહિલા ઇજાગ્રસ્ત થઇ છે. જો કે કયા કારણો સહ આ દુર્ધટના થઇ તે હજી જાણી નથી શકાયું.

બિલ્ડિંગના એક ફ્લેટમાં થયેલી દુર્ધટના વિષે એટલું જાણવા મળ્યું છે કે આગ લાગવાથી ફ્લેટમાં હાજર 20 વર્ષની એક યુવતીની મોત થઇ ગઇ છે. હિંદુસ્તાન ટાઇમ્સની રિપોર્ટ મુજબ આ દુર્ધટનામાં અન્ય એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. તે 90 ટકા બળી છે. અને ભાભા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

ટાઇમ્સની ખબર મુજબ બીએમસીના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે ફ્લેટમાં આગ તે બિલ્ડિંગ 6 માળની હતી અને અપાર્ટમેન્ટના ટોપ ફ્લોરમાં આગ લાગી હતી. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ આ ઘટના થઇ હતી. જો કે હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અને ફ્લેટમાં આટલી ભયાનક આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ ચાલી રહી છે.
First published: March 20, 2020, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading