ચેન્નઇ એક્સપ્રેસ, રાજા હિંદુસ્તાની અને હેપ્પી ન્યૂ યર જેવી ફિલ્મોના પ્રોડ્યૂસર કરીમ મોરાની (Karim Morani)ના કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરીમની બંને દીકરીઓ જોયા મોરાની અને શાજા મોરાનીનો પણ આ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. જે પછી પ્રોડ્યૂસર કરીમનો પણ ટેસ્ટ કરાવતા તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. કરીમ મોરોનીને સારવાર અર્થે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
કરીમની પુત્રી શાજા મોરાનીને સૌથી પહેલા કોરોનાના લક્ષણો દેખાય હતા. જે પછી તેની તપાસ કરાવતા તેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. આ પછી તેમની બીજી પુત્રી જોઆ મોરાનીના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા અને હવે બંને દિકરીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમગ્ર પરિવારે ટોસ્ટ કરાવતા. કરીમ સમેત તેમની બંને પુત્રીઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ મુંબઇની જે બિલ્ડિંગમાં કરીમ રહેતા હતા તે આખી બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. સાથે જ કરીમના પરિવારના નવ લોકોના રિપોર્ટ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. આ 21 દિવસનું લોકડાઉન 14 એપ્રિલ સુધી રહેશે. લોકડાઉનમાં પીએમ મોદીએ આજે સર્વદલીય બેઠક કરી હતી. અને તેવું લાગી રહ્યું છે કે આ લોકડાઉન ખાલી 14 એપ્રિલ સુધી જ નહીં પણ કદાચ લાંબુ પણ ચાલશે. પીએમ મોદી આ મામલે રાજ્યસરકાર સાથે વાત કરીને જલ્દી જ આ મામલે આગળ જાહેરાત કરશે તેવી સંભાવના છે. કારણ કે ભારતભરમાં કોરોના કેસ હવે વધુ સામે આવી રહ્યા છે. અને મૃત્યુઆંક પણ વધ્યો છે.
Published by:News18 Gujarati
First published:April 08, 2020, 16:57 pm