WARનું બમ્પર કલેક્શન, ટાઇગર-રિતિકની જોડી બનાવી શકે છે રેકૉર્ડ

ટાઇગર શ્રોફ અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ 'વૉર' (WAR) બુધવારે રિલીઝ થઈ છે અને હાલમાં તેની આવક સારી રહી છે. આવી સ્થિતિમાં ટાઇગર શ્રોફ અને રિતિક રોશનની જોડી બૉક્સ ઑફિસ પર રેકૉર્ડ બનવા જઈ રહી છે.

News18 Gujarati
Updated: October 4, 2019, 11:32 AM IST
WARનું બમ્પર કલેક્શન, ટાઇગર-રિતિકની જોડી બનાવી શકે છે રેકૉર્ડ
બીજા દિવસે ફિલ્મે 22-23 કરોડની કમાણી કરી છે.
News18 Gujarati
Updated: October 4, 2019, 11:32 AM IST
ટાઇગર શ્રોફ અને રિતિક રોશન સ્ટાર ફિલ્મ 'વૉર' (WAR) તરફથી ઘણી અપેક્ષાઓ હતી અને તેની ફિલ્મ પણ આ તમામ અપેક્ષાઓ પૂરી કરી રહી છે. પહેલા દિવસે હિન્દી સિનેમામાં સૌથી મોટી શરૂઆત કરનારી આ ફિલ્મે બીજા દિવસે પણ જબરદસ્ત આવક મેળવી છે. 'વૉર' ની સફળતાથી લાગે છે કે આ ફિલ્મ શનિવાર સુધીમાં 100 કરોડના ક્લબમાં પોતાનું સ્થાન બનાવશે. પહેલા દિવસે આ ફિલ્મને 53 કરોડની બમ્પર ઓપનિંગ મળી છે.

પ્રારંભિક આંકડાનું માનીએ તો બૉક્સ ઑફિસ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બીજા દિવસે ફિલ્મે 22-23 કરોડની કમાણી કરી છે અને આ સાથે જ ફિલ્મે માત્ર બે જ દિવસમાં લગભગ 75 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ 'ઠગ્સ ઑફ હિંન્દુસ્તાન'ને પણ પછાડી છે.

hrithik roshan, tiger shroff

રસપ્રદ વાત છે કે આ ફિલ્મ બુધવારે રિલીઝ થઈ છે. આવી સ્થિતિમાં ટાઇગર શ્રોફ અને રિતિક રોશનની જોડી બૉક્સ ઑફિસ પર જબરદસ્ત રેકૉર્ડ બનાવા જઇ રહી છે. અત્યારે તો આ ફિલ્મને હિટ કહી શકાય પરંતુ શનિવાર-રવિવારની કમાણી આ ફિલ્મને બ્લૉકબસ્ટર બનાવી શકે છે.

આ ફિલ્મમાં પહેલીવાર રિતિક રોશન અને ટાઇગર શ્રોફની જોડી જોવા મળી છે, જેની એક્શન અને શાનદાર ડાન્સથી લાખો ચાહકો છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ અંગે ચાહકોમાં પહેલાથી જ ઘણો ક્રેઝ હતો. આ ફિલ્મને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના લોકેશન, તેના એક્શન સિક્વન્સ અને બંને એક્ટર્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ રિતિક રોશનનો શિષ્ય હોવાનું જોવા મળે છે.

આ પણ વાંચો: નવરાત્રીમાં લક્ષ્મી બન્યો અક્ષય કુમાર, શેર કર્યો Laxmmi Bombનો Look
First published: October 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...