સોશિયલ મીડિયામાં લોકોની માંગણી - ગાયિકા કનિકા કપૂરની ધરપકડ કરો!

કનિકા કપૂર

 • Share this:
  બોલિવૂડની જાણીતી ગાયિકા કનિકા કપૂર (Singer Kanika Kapoor)નો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. આ સાથે જ તે દેશની પહેલી સેલેબ્રિટી બની છે જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જો કે કનિકાના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી હવે તેમની ધરપકડ કરવાની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે કનિકા 10 દિવસ પહેલા જ લંડનથી પરત ફરી હતી. અને તે પછી તેણે 100થી વધુ લોકો સાથે એક ભવ્ય પાર્ટીમાં હોસ્ટ કરી હતી. જે વાતને લોકોને તેના પર ગુસ્સે ભરાયા છે. સામાન્ય રીતે લંડનથી પરત ફર્યા પછી કનિકાએ પોતાની જાતને ક્વારંટાઇનમાં નહતી રાખી અને પાર્ટીનો ભાગ બનવાના કારણે લોકો તેના પર ગુસ્સે ભરાયા છે. વળી કેટલાક મીડિયા રિપોર્ટમાં તેવી પણ ચર્ચા થઇ રહી છે કે લંડનથી પરત ફર્યા પછી કનિકાએ પોતાની જાતને બાથરૂમમાં છુપાવીને પોતાને તપાસથી બચાવી લીધી હતી.

  સોશિયલ મીડિયા પર કનિકાએ લોકોના સ્વાસ્થય સાથે રમત રમી હોવાનો આરોપ મૂકી તેની ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી છે. તુહિન સિંહા નામના વ્યક્તિએ કહ્યું કે "હું યોગી આદિત્યનાથજીને કનિકા કપૂરને એપિડેમિક એક્ટર, 1897 ધારા 3 હેઠળ કાનૂની કાર્યવાહી કરી ધરપકડ કરવાની માંગણી કરું છું. જ્યાં સુધી આપણે કઠોર ઉદાહરણ નહીં રજૂ કરીએ ત્યાં સુધી કોરોના વાયરસની સામે આ જંગમાં નહીં જીતી શકીશું."


  અન્ય એક યુઝર્સે લખ્યું કે કોરોના વાયરસથી વધુ કનિકા કપૂર જેવા ભણેલા ગણેલા મૂર્ખ જેવા ખતરનાક છે. ભારત આટલા પ્રયાસો કરી આ બિમારીને દૂર રાખવાનો પ્રયાસ કરે છે પણ કેટલાક લોકો આ પૂરી લડાઇને નુક્શાન પહોંચાડે છે.
  ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની વાત કનિકા કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા સ્વીકારી છે. કનિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી છે. સાથે જ તેણે એરપોર્ટ પર સામાન્ય તપાસ અને ચાર દિવસ પહેલા જ આ પ્રકારના લક્ષણ સામે આવ્યા હોવાની વાત ઉલ્લેખી છે. વળી તેણે આમાં પોતે પાર્ટીમાં હાજર રહી હોવાની વાત પણ ઉલ્લેખી છે. આ કાર્યક્રમમાં ભાજપની નેતા વસુંધરા રાજે પણ હાજર હોવાથી હાલમાં તેણે પણ પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખવાની વાત કહી ટ્વિટ કર્યું છે.
  Published by:Chaitali Shukla
  First published: