Home /News /entertainment /

બોલિવૂડ શોકમાં, કહ્યુ "આપણે મહિલા સશક્તિકરણના મહાન નેતા ગુમાવ્યા"

બોલિવૂડ શોકમાં, કહ્યુ "આપણે મહિલા સશક્તિકરણના મહાન નેતા ગુમાવ્યા"

સુષમા સ્વરાજના નિધન પર હાર્દિક સંવેદના.

સુષમા સ્વરાજના નિધનના સમાચાર સાંભળીને રાજકીય હસ્તીઓથી લઈને સામાન્ય માણસ અને બોલિવૂડના ખ્યાતનામ દરેક વ્યક્તિ શોકમાં છે. તમામ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

    પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના અવસાનના સમાચારથી દેશભરમાં શોકનું મોજુ છે. રાજકીય હસ્તીઓથી લઈને સામાન્ય માણસ અને બોલિવૂડના ખ્યાતનામ દરેક વ્યક્તિ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. સુષમા સ્વરાજને લઇને ટ્વિટર પર સિતારાઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બોમન ઈરાની, રિતેશ દેશમુખ, સંજય દત્ત, અમિતાભ બચ્ચન, અનુરાગ કશ્યપે સુષમા સ્વરાજની આત્માને શાંતિ મળે તેવી પ્રાથના કરી ટ્વીટ કર્યુ હતુ.

    બોલિવૂડ એક્ટર અને ભાજપના સાંસદ સન્ની દેઓલે પણ ટ્વીટર પણ શોક પ્રકટ કર્યો હતો. તેમણે લખ્યું કે, તે આપણા દેશના શ્રેષ્ઠ નેતાઓમાંના એક હતા.



    સંજય દત્તે પણ સુષ્મા સ્વરાજના નિધન પર દુખ વ્યક્ત કર્યું.




    અનુષ્કા શર્માએ કર્યુ ટ્ટીટ,,,,સુષમા સ્વરાજના અચાનક અવસાન વિશે સાંભળીને ખૂબ દુખ થયું. તેના આત્માને શાંતિ મળે.
    કંગના રનૌટે એક મનોરંજન પોર્ટલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સુષમા સ્વરાજનાં વિદાયનાં સમાચાર સાંભળીને હું ચોંકી ગઇ છું. દેશ પોતાનું ચિહ્ન અને મહિલા સશક્તિકરણના મહાન નેતા ગુમાવી ચૂક્યો છે. આ સમયે આખો દેશ શોકમાં છે.

    ગાયક અદનાન સામીએ સુષમા સ્વરાજ સાથેની તેના પરિવારની મુલાકાતના ફોટા શેર કરતાં લખ્યું કે, સુષમા સ્વરાજના નિધનના સમાચાર સાંભળીને હું અને મારો પરિવાર સંપૂર્ણ આઘાતમાં છીએ. તે મારા માટે માતા સામન હતી. અમે તેને હંમેશાં ખૂબ યાદ કરીશું.


    બોલિવૂડ ડિરેક્ટર સુભાષ ઘાઇએ લખ્યું, અમે દેશની પુત્રી સુષમા ગુમાવી દીધી છે. તેમના વિચારો અને ક્રિયા માટે મેં હંમેશાં તેમની પ્રશંસા કરી છે.


    અભિનેતા સન્ની દેઓલે લખ્યું છે કે, સુષમા સ્વરાજના અવસાન પર હાર્દિક સંવેદના. તે આપણા દેશની શ્રેષ્ઠ નેતાઓમાંની એક હતી. તે આપણા માટે ખાસ હતી અને અમે હંમેશા તેને યાદ રાખીશું. તેના પરિવાર અને મિત્રોને સંવેદના.

    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Sushma swaraj death, Sushma swaraj news, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन