રિચાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું કાસ્ટિંગ કાઉચના કારણે છોડ્યો પ્રોજેક્ટ

News18 Gujarati
Updated: October 15, 2019, 11:01 AM IST
રિચાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું કાસ્ટિંગ કાઉચના કારણે છોડ્યો પ્રોજેક્ટ
રિચા ચડ્ડા

  • Share this:
બોલીવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) રિચા ચડ્ડા (Richa Chadda) એક વાર ફરી ચર્ચામાં છે. રિચા ચડ્ડાએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કેવી રીતે તેને કાસ્ટિંગ કાઉચ (કાસ્ટિંગ કાઉચ) નો સામનો કરવો પડ્યો. રિચા ચડ્ડાએ કહ્યું કે મને કેટલીક વાર લોકોના ઇશારામાં સમજ નહતી પડતી. કારણ કે તે સમયે હું ખૂબ જ યંગ હતી. અને મારી સમજ થોડી ઓછી હતી. રિચા ચડ્ડાએ વધુમાં કહ્યું કે તેની સાથે આવો વ્યવહાર એક સારી એક્ટ્રેસ તરીકે નામના મેળવ્યા પછી પણ થયો હતો.

પિંકવિલા સાથેના ઇન્ટરવ્યૂમાં રિચાએ કહ્યું કે અનેક વાર મને લોકોના ઇશારા સમજમાં નહતા આવ્યા. હું ત્યારે ખૂબ જ યંગ હતી અને મને સમજ થોડી ઓછી પડતી હતી. એક દિવસે એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને કહ્યું કે આપણે એક સાથે ડિનર કરવું જોઇએ. તે વખતે મને સમજ નહતી પડતી કે તે શું કહેવા માંગે છે. મેં કહ્યું મેં પહેલા જ ડિનર કરી લીધી છે. ડિનરના તમામ મેનૂ બતાવ્યા પછી પણ તે વ્યક્તિએ મને ટચ કરીને કહ્યું કે આપણે ડિનર કરવો જોઇએ. ત્યારે મને આ વાતનો સાચો અર્થ સમજમાં આવ્યો.

આ સિવાય રિચાએ તે પણ ખુલાસો કર્યો કે તેમને એક વાર રિતિક રોશનની માં બનવાનો રોલ પણ ઓફર કરવામાં આવ્યો હતો. તેની પર તે ખૂબ જ ગુસ્સે ભરાઇ ગઇ હતી. સાથે જ તેણે એ કાસ્ટિંગ ડાયરેક્ટર સાથે ફરી ક્યારેય વાત નહતી કરી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક જાણીતી અભિનેત્રીઓ પણ આ રીતે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની ચૂકી છે.
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर