જાણો તમારા ફેવરેટ સ્ટાર કઈ રીતે અને ક્યાં ઉજવશે નવું વર્ષ?

  • Share this:
2017 પુરૂ થવા જઈ રહ્યું છે અને બધાની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ રજાઓના મૂડમાં છે. શરદીઓના આ દિવસોમાં મહત્તમ સ્ટાર્સને બરફથી ઠંકાયેલ પહાડીઓમાં પોતાની રજાઓ મનાવવાનું ગમે છે.

બોલિવૂડનું નવાબ ફેમીલી એટલે સૈફ, કરિના અને તૈમૂર અત્યારે રજાઓ માણવા માટે સ્વિટઝરલેન્ડ પહોંચી ગયુ છે.

અત્યારે તેમની એક તસવીર ઘણી જ વાઈરલ થઈ રહી છે. જેમાં સૈફ અને કરીના સાથે તૈમૂર પણ નાનકડ સ્લેજ પર દેખાઈ રહ્યો છે. તૈમૂર પહેલી વાર સ્નોફોલની મજા ઉઠાવી રહ્યો છે.


ખાન-કપૂર ફેમિલી ઉપરાંત ઘણાં સેલેબ્સ અલગ અલગ જગ્યાએ ફરી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂત અને તેમની ગર્લફ્રેન્ડ કૃતિ સેનોન પણ યુરોપમાં ફરી રહ્યાં છે. તેઓ એલ્પ્સની પહાડીઓમાં પોતાના મિત્રો સાથે ફરી રહ્યાં છે.


સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પોતાના બાળકો સાથે અત્યારે દુબઈમાં બાળકો સાથે રજાઓ ગાળી રહી છે.


સોનમ કપૂરે ક્રિસમસ પોતાના બોયફ્રેન્ડ આનંદ અહુજાની સાથે મનાવ્યો હતો.


જ્યારે બધા સ્ટાર્સ વિદેશમાં રજાઓ ગાળી રહ્યાં છે ત્યારે પ્રિયંકા ભારત આવી ગઈ છે અને પોતાના પરિવાર સાથે આ રજાઓ ગાળવાની છે.

With my brothers in tow.. @siddharthchopra89 #KunalBhogal #family #holidays ❤️

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

First published: