Aditya Roy Kapur B'day Special: આદિત્ય રોય કપૂર ક્રિકેટર બનવા માંગતો હતો, જાણો અજાણી વાતો
Aditya Roy Kapur B'day Special: આદિત્ય રોય કપૂર ક્રિકેટર બનવા માંગતો હતો, જાણો અજાણી વાતો
આદિત્ય રોય કપુર જન્મદિવસ
આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ના મોટા ભાઈ સિદ્ધાર્થ રોય કપૂર (Siddharth Roy Kapur ) UTV મોશન પિક્ચરના CEO છે, જેમણે અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan) સાથે લગ્ન કર્યા છે.
નવી દિલ્હી : અભિનેતા આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur Birthday) વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તેમના દાદા ફિલ્મ નિર્માતા હતા. 16 નવેમ્બર, 1985ના રોજ મુંબઈમાં જન્મેલા આદિત્યની માતા સલોમ રોય કપૂર (Salome Roy Kapur) પણ એક સમયે ગ્લેમરની દુનિયામાં કામ કરી ચૂકી છે. તેણે દેબ બેનર્જી સાથે ફિલ્મ 'તુ હી મેરી ઝિંદગી'માં પણ કામ કર્યું હતું. આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ના દાદા રઘુપત રોય કપૂર 1940ના દાયકામાં ફિલ્મો બનાવતા હતા. આદિત્યને ત્રણ ભાઈઓ છે. તેમના મોટા ભાઈ સિદ્ધાર્થ રોય કપૂર (Siddharth Roy Kapur ) UTV મોશન પિક્ચરના CEO છે, જેમણે અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan) સાથે લગ્ન કર્યા છે. તેમનો બીજો ભાઈ કુણાલ રોય કપૂર પણ અભિનેતા છે.
આદિત્ય રોય કપૂરે આમ તો કોઈ એક્ટિંગ કોર્સ કર્યો નથી. આદિત્ય જે શાળામાં ભણતો હતો, તે શાળામાં તેની માતા નાટકોનું નિર્દેશન કરતી હતી, તેથી એક રીતે, તેણે તેની માતા પાસેથી અભિનયની બારીકીઓ શીખી હતી. જો કે આદિત્ય શાળાના શરૂઆતના દિવસોમાં ક્રિકેટર બનવા માંગતો હતો. પરંતુ બાદમાં તેણે પોતાનો રસ્તો બદલી નાખ્યો.
મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ડિગ્રી લીધા પછી તેણે ચેનલ વી પર વીજે તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેણે લાંબા સમય સુધી દર્શકોનું મનોરંજન કર્યું. જ્યારે નાના પડદાએ તેનું મન ભરી લીધું ત્યારે તેણે બોલિવૂડમાં પગ મૂકવાનું નક્કી કર્યું.
આદિત્ય રોય કપૂરે વર્ષ 2009માં રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ 'લંડન ડ્રીમ્સ'થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે અજય દેવગન અને સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. આ પછી તેની બીજી ફિલ્મ વર્ષ 2010માં આવી.
આ ફિલ્મનું નામ 'એક્શન રિપ્લે' હતું. આમાં તેણે અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાયના પુત્રની ભૂમિકા ભજવી હતી. તે જ વર્ષે રિતિક રોશન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ 'ગુઝારીશ' પણ રિલીઝ થઈ હતી. લોકોએ તેને આ ફિલ્મોથી નોટિસ કર્યો, પરંતુ હજુ ઓળખ નહોતી મળી, જેને તે શોધી રહ્યો હતો.
વર્ષ 2013 આદિત્ય રોય કપૂર માટે શાનદાર રહ્યું. આ વર્ષે તેની સૌથી મોટી હિટ ફિલ્મ 'આશિકી 2' આવી હતી.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂરની જોડી હતી, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.
ફિલ્મ 'આશિકી 2' પછી આદિત્યની એક્ટિંગ કરિયરને નવો વેગ મળ્યો. આ પછી તેણે 'દાવત-એ-ઈશ્ક', 'ફિતૂર,' 'ડિયર જિંદગી,' 'ઓકે જાનુ,' 'કલંક,' 'સડક 2' અને 'મલંગ' જેવી ફિલ્મો કરી. આદિત્ય રોય કપૂરને તેની આગામી ફિલ્મ 'ઓમ - ધ બેટલ વિધીન' થી ઘણી આશાઓ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર