જયા બચ્ચન સપોર્ટમાં ઉતરી હેમા માલીની, અમિતાભના ઘરે સુરક્ષા વધારવામાં આવી

જયા બચ્ચન સપોર્ટમાં ઉતરી હેમા માલીની, અમિતાભના ઘરે સુરક્ષા વધારવામાં આવી
રાજ્ય સભામાં જયા બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કર્યો બચાવ

મથુરાથી ભાજપ સાંસદ અને એક્ટ્રેસ હેમા માલિનીએ આ મામલે ખુલીને જયા બચ્ચનન સમર્થન કર્યું છે.

 • Share this:
  બોલિવૂડ (Bollywood) અને ભોજપુરી એક્ટર તથા ભાજપ સાંસદ રવિ કિશન (Ravi Kisan)એ સંસદમાં બોલિવૂડમાં વધતા ડ્રગ્સના પ્રયોગ અને તસ્કરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે પછી બીજા દિવસે બોલિવૂડ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીથી રાજ્યસભા સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan)એ કેટલાક લોકોને બોલિવૂડને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે બોલિવૂડમાં બે ભાગ પડી ગયા છે. પણ મથુરાથી ભાજપ સાંસદ અને એક્ટ્રેસ હેમા માલિનીએ આ મામલે ખુલીને જયા બચ્ચનન સમર્થન કર્યું છે.

  હેમા માલિનીએ આ મામલે કહ્યું કે શું ખાલી બોલિવૂડમાં જ ડ્રગ્સનો ઉપયોગ થાય છે? તેમણે કહ્યું કે અનેક ઇન્ડસ્ટ્રી અને દુનિયાભરમાં અનેક જગ્યાએ આવું થઇ રહ્યું છે. એનડીટીવીથી ખાસ વાત કરતા હેમાએ કહ્યું કે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવું થાય છે તેનો એવો કોઇ મતલબ નથી કે આખી ઇન્ડસ્ટ્રી ખરાબ છે. જે રીતે લોકો બોલિવૂડને નિશાનો લગાવી રહ્યા છે તે ખૂબ જ ખોટું છે અને આ યોગ્ય નથી.  વધુમાં હેમા માલિનીએ કહ્યું કે હું લોકોને કહેવા માંગુ છું કે બોલિવૂડ સુંદર જગ્યા છે, એક રચનાત્મક દુનિયા છે. અને કલા અને સંસ્કૃતિ ઉદ્યોગ છે. તેમણે કહ્યું કે જેમ કોઇ વસ્તુ પર ડાઘ લાગ્યો હોય તો તેને ધોવાથી તે જતો રહે છે અને બોલિવૂડ પર લાગેલો આ ડાઘ પણ જતો રહેશે.


  બીજી તરફ અમિતાભ બચ્ચનના મુંબઇ આવાસ પર પણ સુરક્ષા વધારવામાં આવી છે. સંસદમાં જયા બચ્ચનના નિવેદન પછી બિગ બીના ઘરની બહાર વધુ સુરક્ષા આપવામાં આવી છે.

  સોશિયલ મીડિયામાં પણ જયા બચ્ચનના નિવેદન પછી અમિતાભ બચ્ચન સમેત પરિવારના અન્ય લોકો પર ટિપ્પણી કરવામાં આવી રહી છે. જેના કારણે જ તેમના ઘરની સુરક્ષા વધારવામાં આવી છે.
  Published by:Chaitali Shukla
  First published:September 16, 2020, 14:57 pm

  ટૉપ ન્યૂઝ