Free Movie Ticket : અજય દેવગણની તાન્હાજીને મળ્યો ભાજપના નેતાઓનો સપોર્ટ

News18 Gujarati
Updated: January 8, 2020, 3:41 PM IST
Free Movie Ticket : અજય દેવગણની તાન્હાજીને મળ્યો ભાજપના નેતાઓનો સપોર્ટ
ભારતના રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માએ પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી.

ભારતના રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માએ પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી.

  • Share this:
આ શુક્રવારે બૉક્સ ઓફિસ (Box Office) પર અજય દેવગણ (Ajay Devgn)ની ફિલ્મ તાન્હાજી ધ અનસંગ વૉરિયર (Tanhaji: The Unsung Warrior) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ છપાક (Chhapaak) એક સાથે રીલિઝ થઇ રહી છે. આમ તો બંને ફિલ્મોની પોત પોતાની ફ્લેવર છે. પણ મંગળવાર રાત્રે દીપિકા પાદુકોણ જેએનયુ (Deepika Padukone in JNU) નજરે પડતા સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ કરવામાં આવી હતી. અને છપાકના વિરોધમાં તાન્હાજીને સમર્થન કરતા ભાજપના નેતાઓ પણ સામે આવ્યા છે. ટ્વિટરમાં #TanhajiChallenge શરૂ કરવામાં આવી છે.


ભાજપના નેતા તેજિંદર સિંહ બગ્ગાએ #TanhajiChallenge શરૂ કરી છે જેના હેઠળ તે લોકોને મફતમાં ફિલ્મ તાન્હાજીની ટિકિટ આપી રહ્યા છે. અને આ ચેલેન્જને આગળ વધારવા માટે અન્ય ત્રણ લોકોને પણ નોમિનેટ કર્યા છે. અને તેમને પણ આ ફિલ્મની 10 ટિકિટો મફતમાં આપવાની ચેલેન્જ આપી છે. ભારતના રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માએ પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરતા લોકોને ફ્રીમાં ટિકિટ આપવાનું શરૂ કર્યું છે.


ઉલ્લેખનીય છે કે તાન્હાજી ધ અનસંગ વૉરિયર મરાઠા યોદ્ધાની કહાની છે. જેમાં અજય દેવગણ, સૈફ અલી ખાન અને કાજોલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ અજય દેવગણના કેરિયરની 100મી ફિલ્મ છે. તો બીજી તરફ છપાક એસિડ અટેક સરવાઇવર લક્ષ્મીના જીવન પર આધારિત ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ જ્યાં દીપિકાની ફિલ્મને બાયકોટ કરવામાં આવી રહી છે ત્યાં જ બોલીવૂડના અનેક જાણીતા હસ્તી તેના સમર્થનમાં પણ ઉતર્યા છે.
First published: January 8, 2020, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading