Sushmita Sen Birthday: સુષ્મિતા સેન મિસ ઈન્ડિયામાંથી પોતાનું નામ પાછું ખેંચવા માંગતી હતી, જાણો શું હતું કારણ

સુષ્મિતા સેન જન્મદિવસ

સુષ્મિતા સેને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેને ખબર પડી કે ઐશ્વર્યા રાય પણ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે ત્યારે તેણે આ સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચવાની યોજના બનાવી હતી

  • Share this:
    મુંબઈઃ વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને સુષ્મિતા સેને (Sushmita Sen) સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું હતું. એક સામાન્ય પરિવારમાં જન્મેલી સુષ્મિતા સેન માટે મિસ યુનિવર્સનો ખિતાબ જીતવો સરળ ન હતો. આ સ્થાન સુધી પહોંચવા માટે તેમણે સખત મહેનત કરી અને વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કર્યું. આજે સુષ્મિતા સેન તેનો 46મો જન્મદિવસ (Happy Birthday Sushmita Sen) સેલિબ્રેટ કરી રહી છે. 19 નવેમ્બર 1975ના રોજ હૈદરાબાદના એક બંગાળી પરિવારમાં જન્મેલી સુષ્મિતા સેને વિશ્વભરની સુંદરીઓને હરાવીને 1994માં મિસ યુનિવર્સ (Miss Universe 1994)નો ખિતાબ જીત્યો હતો.

    પરંતુ, મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર સુષ્મિતા સેન એક સમયે મિસ ઈન્ડિયા (Miss India) સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચવા માંગતી હતી. આ વાતનો ખુલાસો ખુદ સુષ્મિતા સેને પણ કર્યો હતો. સુષ્મિતા સેને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેને ખબર પડી કે ઐશ્વર્યા રાય (aishwarya ray) પણ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે ત્યારે તેણે આ સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચવાની યોજના બનાવી હતી.

    આ રસપ્રદ કિસ્સા વિશે વાત કરતાં, એક ચેટ શોમાં પહોંચેલી સુષ્મિતા સેને કહ્યું- 'જ્યારે મેં 1994માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે મને બિલકુલ ખબર નહોતી કે ઐશ્વર્યા રાય પણ તેમાં ભાગ લેશે. પરંતુ, જેમ જ મને આ વિશે પછીથી ખબર પડી, તેમ આ સ્પર્ધામાં ભાગ લેનારી અન્ય છોકરીઓને ખબર પડી કે ઐશ્વર્યા રાય તેમાં ભાગ લઈ રહી છે, ત્યારે તેમાંથી 25 લોકોએ પોતાના નામ પાછા ખેંચી લીધા.

    ઐશ્વર્યા રાયને સુંદરતામાં ટક્કર આપવી કોઈના માટે આસાન ન હતું. આ સૌંદર્ય સ્પર્ધામાં ઐશ્વર્યાના ભાગ લેવાના વિચારથી ઘણી છોકરીઓ ડરી ગઈ હતી. તો, ઐશ્વર્યા રાયનું નામ એટલું પ્રબળ હતું કે ઘણી છોકરીઓએ સ્પર્ધા પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી અને મિસ ઈન્ડિયા સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચવાનું શરૂ કર્યું. આ બધું જોઈને મારો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો અને મેં સ્પર્ધામાંથી મારું નામ પાછું ખેંચવાની યોજના પણ બનાવી લીધી.

    આ પણ વાંચોTara Sutaria Birthday: એક્ટ્રેસ હોવાની સાથે ગાયક અને ડાન્સર પણ છે તારા સુતરિયા, 7 વર્ષે શરૂ કર્યું આ કામ

    સુષ્મિતાએ કહ્યું- '25 છોકરીઓએ નામ પાછું ખેંચતા જ મેં સૌંદર્ય સ્પર્ધા છોડવાનું મન બનાવી લીધું હતું. પરંતુ, આ સમય દરમિયાન હું મારી જાતને પ્રશ્ન કરી રહી હતી. ઐશ્વર્યાનું નામ સાંભળ્યા બાદ મેં કહ્યું મારું ફોર્મ પરત કરો મારે તેમાં ભાગ ન લેવો જોઈએ. મને લાગ્યું કે તે ખૂબ જ સુંદર છે અને આખી દુનિયા આ જાણે છે. એટલા માટે મેં પણ સ્પર્ધામાંથી મારું નામ પાછું ખેંચવાનું મન બનાવી લીધું હતું.
    Published by:kiran mehta
    First published: