Home /News /entertainment /

માસ્ટરબેશન સીન પહેલા નર્વસ થઇ હતી કિયારા અડવાણી, આ રીતે કરી હતી તૈયારી

માસ્ટરબેશન સીન પહેલા નર્વસ થઇ હતી કિયારા અડવાણી, આ રીતે કરી હતી તૈયારી

બોલિવૂડ એકટ્રેસ, કિયારા અડવાણી

કિયારાએ કહ્યું, કરણ નહોતો ઇચ્છતો કે મારે આ સીન પર હસવું જોઇએ. આ સીનના એક દિવસ પહેલા હું ખૂબ જ નર્વસ હતી. ખરેખર આ સીન કરવા માટે મે ગૂગલ પર સર્ચ કર્યું.

  બર્થડે ગર્લ કિયારા અડવાણી વર્ષ 2014થી અત્યાર સુધીમાં તેના ફિલ્મ કરિયરમાં આઠ ફિલ્મો આપી ચુકી છે. પરંતુ તેની બે ફિલ્મો એવી છે કે જેને કોઈ ભૂલી જતું નથી. પહેલી 'લસ્ટ સ્ટોરીઝ' ફિલ્મનો એક ભાગ બની. તેમાં કિયારા માસ્ટરબેશન સીનથી ચર્ચામાં આવી. કિયારની કારકિર્દીની બીજી યાદગાર ફિલ્મ કબીર સિંહ પણ વિવાદોમાં રહી. પરંતુ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી થઈ ગઇ છે.

  કિયારાએ નેહા ધૂપિયાનો શો 'નો ફિલ્ટર નેહા' માં કહ્યું હતું કે તેન કેવો ક્લાઈમેક્સ સીન શૂટ કર્યો. કિયારાએ કહ્યું કે તે વાઇબ્રેટર વાળા સીન પહેલા તે એકદમ નર્વસ હતી. અભિનેત્રીએ કહ્યું કે કરણે આ સીન કરવા માટે મને ઘણી રીતો જણાવી. તે ઇચ્છતો હતો કે હું સીન ફ્રીમા કરુ. કરણે કહ્યું કે વાઇબ્રેટર સીનનો માત્ર એક નાનો ભાગ સ્ક્રીન પર બતાવવામાં આવશે.

  kiara advani

  કિયારાએ કહ્યું, કરણ ઇચ્છતો નહોતો કે આ સીન પર મારે હસવું જોઈએ. આ સીનના એક દિવસ પહેલા હું ખૂબ જ નર્વસ હતી. ખરેખર આ સીન કરવા માટે મે ગૂગલ પર સર્ચ કર્યું અને જોયુ કે લોકો વાઇબ્રેટરનો ઉપયોગ કેવી રીતે કરે છે. મે ધ અગલી ટૂથ જેવી ફિલ્મના કેટલાસ સીન્સ જોયા, એ જાણવા માટે કે આ શું છે.  કિયારાએ કહ્યું કે કરણે તેમને સલાહ આપી હતી કે તે આ સીન ઇમાનદારીથી કરે. ક્યારાને તેના સીન વિશે એટલો વિશ્વાસ હતો કે તેણે આ ફિલ્મ તેના પરિવાર સાથે પણ જોઈ હતી. કિયારાએ કહ્યું, 'મારી દાદી સાથે રહેવા આવી હતી. આ ફિલ્મ તે જ સમયે નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી. મેં આ ફિલ્મ મારા માતાપિતા સાથે પણ જોઈ હતી. તમામને તે ખૂબ પસંદ આવી. તેને આવા સીન્સથી કોઇ ફરક પડ્યો નહીં. જ્યારે મેં આ ફિલ્મ સાઇન કરી ત્યારથી તેઓને મે તેના માટે તૈયાર કર્યા હતા.'

  photo-23

  કિયારાએ કહ્યું, 'મારી દાદી એંગ્લો-ભારતીય છે. તે અડધી બ્રિટીશ છે. તેથી તેઓ થોડી વસ્તુઓ સમજી શક્યા નહીં. ત્યારે કિયારાએ તેની માતાને એક મેસેજ આપ્યો. કિયારાએ તેને પૂછ્યું શું કરવું? આના પર માતાએ જવાબ આપ્યો કે 'તમે દાદીને આ વિશે સમજાવો.' ત્યાબાદ કિયારાએ દાદીને સમજાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, 'મેં દાદીને પૂછ્યું' શું થયું તે તમે સમજી ગયા? આ અંગે દાદીએ કહ્યું, 'પહેલા પરિવાર સામે અને હવે આખી દુનિયા સામે...દાદીનો આ જવાબ સાંભળી હું આશ્ચર્ય પામી ગઇ.'

  આ પણ વાંચો: 37માં જન્મદિવસ પર પ્રિયંકાએ કાપી 3.45 લાખ રૂપિયાની કેક

  photo-1-18

  કિયારાનો આ સીન ફિલ્મ લસ્ટ સ્ટોરીઝનો ભાગ હતો, કરણ જોહરની ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં કિયારા એક સ્કૂલ ટીચરના રોલમાં હતી તેનો પતિ તેને સેક્શુઅલી સેટિસફાઇ કરવામાં અસફળ રહ્યો હતો.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: ENT, બોલીવુડ

  આગામી સમાચાર