Home /News /entertainment /

બિગ બૉસનો આસિમ રિયાઝ શું શાહરૂખની પુત્રી સુહાના સાથે ડેબ્યૂ કરશે?

બિગ બૉસનો આસિમ રિયાઝ શું શાહરૂખની પુત્રી સુહાના સાથે ડેબ્યૂ કરશે?

આસિમ અને સુહાના

    બિગ બૉસ 13 તો પૂરું થઇ ગયું. ત્યારે આ સીઝનના રનર અપ આસિમ રિયાઝ (Asim Riaz)ને લઇને એક મોટા સમાચાર આવી રહ્યા છે. આ સીઝનથી આસિમને પોપ્યુલારિટી તો ખૂબ જ મળી છે. સાથે જ તેમને અનેક મોટી મોટી ઓફર્સ પણ મળી રહી છે. ત્યારે આ તમામ વાતોની વચ્ચે એક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે આસિમ (Asim Riaz) શાહરૂખ ખાનની પુત્રી (Shahrukh khan Daughter) સુહાના ખાન (Suhana Khan) સાથે એક મોટી ફિલ્મમાં નજર આવશે.

    આસિમને આ પહેલા અનેક રિયાલિટી શો ઓફર કરવામાં આવ્યા છે. ત્યારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આસિમ રિયાઝને બોલિવૂડના સૌથી સફળ ડાયરેક્ટર્સ કરણ જોહર તેમની ફિલ્મમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આસિમ સાથે કરણ, શાહરૂખ ખાનની પુત્રી સુહાનાનું પણ ડેબ્યૂ કરાવશે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે આસિમ-સુહાના ધર્મા પ્રોડક્શનની સક્સેસફુલ ફ્રેચાઇઝી સ્ટૂડન્ટ ઓફ ધ યરની ત્રીજી ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લેશે.

    જો કે આ મામલે હજી સુધી કોઇ ઓફિશિયલ એનાઉસમેન્ટ નથી થઇ. અને ના જ આ વાતની કોઇ અધિકૃત પુષ્ટિ થઇ છે. આસિમ રિયાઝ આ પહેલા પણ એક મોટી ફિલ્મમાં દેખાઇ ચૂક્યા છે. તે વરુણ ધવનની ફિલ્મ મેં તેરા હિરોમાં એક ગુંડાના રોલમાં નજરે પડી ચૂક્યા છે. જો કે આ ફિલ્મથી આસિમને કોઇ ઓળખ નથી મળી.

    આસિમ અને સુહાના


    આસિમે તેના કેરિયરની શરૂઆત ચોકલેટી કશ્મીરી બોય તરીકે એક મોડેલ તરીકે કરી હતી. બિગ બોસ 13 તેનું જીવન બદલી દીધું છે. અને હવે તે ટીવીથી લઇને સોશિયલ મીડિયાના જાણીતા ચહેરા બની ચૂક્યા છે. અને તેમણે પોતાની એક મોટી ફેન ફોલોઇંગ તૈયાર કરી છે. ત્યારે હવે જોવાનું તે રહેશે કે તેમને બીજો મોટો બ્રેક ક્યારે અને કેવી રીતે મળશે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss 13, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन