Home /News /entertainment /બચ્ચન નહીં આ છે બોલિવૂડના 'Big-B'ની અસલી અટક, આ કારણે પિતાએ અપનાવ્યુ નવું ઉપનામ

બચ્ચન નહીં આ છે બોલિવૂડના 'Big-B'ની અસલી અટક, આ કારણે પિતાએ અપનાવ્યુ નવું ઉપનામ

ફોટોઃ @ amitabhbachchan

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને 'કૌન બનેગા કરોડપતિ'માં પોતાના જીવન સાથે જોડાયેલા એક રાઝની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને કેવી રીતે બચ્ચન અટક મળી હતી.

    મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલ પોતાની ફિલ્મ ઉંચાઈને લઈને સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે. અમિતાભ બચ્ચન ફિલ્મોની સાથે-સાથે 'કૌન બનેગા કરોડપતિ' પણ હોસ્ટ કરી રહ્યા છે. પોતાની ફિલ્મ ઉંચાઈના પ્રમોશન માટે પણ તે KBCનો સ્ટેજ પસંદ કરે છે. અમિતાભ બચ્ચનની સાથે અનુપમ ખેર, બોમન ઈરાની અને નીના ગુપ્તા મળીને ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. હંમેશા મજાક-મસ્તીની સાથે અમિતાભ બચ્ચન KBCના સ્ટેજ પર પોતાના કન્ટેસ્ટેન્ટ સાથે વાત કરતાં-કરતાં પોતાના અમુક સિક્રેટ શેર કરે છે. આ વખતે પણ અમિતાભ બચ્ચને પોતાની અટકને સાથે જોડાયેલું એક સત્ય જણાવ્યુ હતું.

    અમિતાભ બચ્ચનને કેવી રીતે મળી આ અટક?


    અમિતાભ બચ્ચને 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પર એક કિસ્સો શેર કરતા કહ્યુ હતું કે, 'આ અટક તેમને તેમના પિતા હરિવંશરાય બચ્ચન પાસેથી મળી હતી.' બિગબીએ જણાવ્યુ કે, 'તેમના પિતા જાતિ બંધનની પોતાને આઝાદ કરવા ઈચ્છતા હતા. આ જ કારણ હતું કે તેમને તેમની અટક આગળ લઈ જવી નહતી.' સાથે જે બીગબીએ જણાવ્યુ કે, 'તેમના પિતા કવિ હતા તો લોકો દ્વારા તેમને બચ્ચનનું ઉપનામ આપ્યુ હતું'



    આ પણ વાંચોઃ 'હેરી પોટર'માં સૉર્ટિંગ હૅટને પોતાનો અવાજ આપનાર હાસ્ય અભિનેતા લેસ્લી ફિલિપ્સનું થયું નિધન

    અમિતાભ બચ્ચને જણાવ્યુ કે- 'જ્યારે તેમના માતા-પિતા શાળામાં પ્રવેશ મેળવવા માટે ગયા અને ત્યાં અટક પુછવામાં આવી તો, માતા-પિતાએ નિર્ણય લીધો કે મારી અટક શું હોવી જોઈએ. તેમણે થોડા જ સમયમાં નિર્ણય લીધો અને આ રીતે મને બચ્ચનની અટક મળી.'

    આ પણ વાંચોઃ Alia-Ranbir baby: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને અમૂલે રસપ્રદ રીતે પાઠવી શુભકામના

    ઉલ્લેખનીય છે કે, હરિવંશરાય બચ્ચનને પોતાની જૂની અટક સાથે કોઈપણ જાતિ વ્યવસ્થામાં બંધાવવું નહતું. તેમણે આ વ્યવસ્થાના વિરોધી હતાં. તેથી, આમાંથી બહાર નીકળવા તેમણે પોતાની જૂની અટક શ્રીવાસ્તવ હટાવી દીધી હતી.

    અને લોકો દ્વારા આપવામાં આવેલા ઉપનામને અટક બનાવી હતી.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Amitabh Bachachan અમિતાભ બચ્ચન, Bollywood બોલિવૂડ, Entertainment news, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन