કનિકા કપૂર વિરુદ્ધ દાખલ થયેલી FIRમાં ગરબડ, એરપોર્ટ પર જ કહ્યું હતું સંક્રમિત છે!

કનિકા કપૂર વિરુદ્ધ દાખલ થયેલી FIRમાં ગરબડ, એરપોર્ટ પર જ કહ્યું હતું સંક્રમિત છે!
કનિકા કપૂર

કનિકા કપૂર કેસમાં હવે આઇબીએ તપાસ શરૂ કરી

 • Share this:
  બોલિવૂડ ગાયિકા કનિકા કપૂરની વિરુદ્ધ સરોજની નગરના પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કનિકા કપૂર (Singer Kanika Kapoor) લંડનથી પરત ફરી તે પછી તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. પણ સોશિયલ મીડિયામાં તે ખબરે જોર પકડ્યું હતું કે લંડનની પરત ફર્યા પછી કનિકાને સેલ્ફ આઇસોલેશનમાં રહેવું જોઇતું હતું તે તેણે ના કરતા પાર્ટીઓમાં હાજરી આપી. જેના કારણે શુક્રવારે તેની વિરુદ્ધ યોગી સરકારે એફઆઇઆર દાખલ કરી છે. પણ હવે આ એફઆઇઆરમાં પર ગરબડ કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે.

  અમર ઉજાલામાં છપાયેલી એક ખબર મુજબ સીએમઓ દ્વારા એફઆઇઆરમાં તેવું લખવામાં આવ્યું હતું કે કનિકાને એરપોર્ટ પર જ સંક્રમિત હોવાનું કહેવામાં આવ્યું હતું. અને તેમને હોમ ક્વારંટીનમાં રહેવાનું સૂચન કરાયું હતું. જ્યારે એરપોર્ટ પર કોરોના વાયરસની તપાસની કોઇ વ્યવસ્થા જ નહતી.  સીએમઓ આમ પોતે જ એફઆઇઆર કરીને ફસાઇ ગયા છે. નિયમ મુજબ કનિકાના સંક્રમણની જાણકારી મળતા જ તેમણે તેના ઉપચાર માટે સ્વાસ્થય વિભાગને જરૂરી નિર્દેશ આપવા જોઇતા હતા. સીએમઓએ પોતાની એફઆઇઆરમાં સ્પષ્ટ લખ્યું છે કે કનિકા કપૂર લખનઉ એરપોર્ટ પર જ સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારે સવાલ તે છે કે જ્યારે તંત્રને તેના સંક્રમણની જાણકારી હતી તો કે તે વિષયને ગંભીરતાથી ના લીધો?

  વધુમાં ગાયિકા કનિકા કપૂર જે પાર્ટીમાં સામેલ થઇ હતી તે મામલે વધુ તપાસ કરવા હવે આઇબીની ટીમ શુક્રવારે સીએમઓ કાર્યલય પહોંચી હતી. આઇબીએ સ્વાસ્થય વિભાગથી પાર્ટીમાં હાજર મંત્રી, નેતા અને અધિકારીઓ અંગે જાણકારી માંગી છે. આઇબીની ટીમે સીએમઓ ડો નરેન્દ્ર અગ્રવાલ સાથે બંધ રૂમમાં અડધો કલાક સુધી ચર્ચા પણ કરી હતી. અને ટીમે સીએમઓથી તમામના રેકોર્ડ્સ પણ માંગ્યા હતા. આ પછી હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે. સ્વાસ્થય વિભાગે પણ કેટલાક ઇનપુટ આઇબીને આપ્યા છે. આમ કનિકા કપૂરની મુશ્કેલી આવનારા સમયમાં વધી શકે છે તેમ લાગે છે.
  First published:March 21, 2020, 09:58 am

  ટૉપ ન્યૂઝ