ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે ભોજપુરી અભિનેત્રીનો આ બેલી ડાન્સ

News18 Gujarati
Updated: June 15, 2018, 3:27 PM IST
ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે ભોજપુરી અભિનેત્રીનો આ બેલી ડાન્સ

  • Share this:
ભોજપુરી એક્ટર્સ આમ્રપાલી દુબે હાલમાં ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ વખતે તેનો લેટેસ્ટ આઈટમ નંબર છવાઈ ગયો છે. આમાં તે બેલી ડાંસ કરતી જોવા મળી રહી છે. 'આમ્રપાલી તૌહરે ખાતિર' નામથી આવેલ આ ગીત ફિલ્મ 'લવ કે લીએ કુછ ભી કરેગા'માં જોવા મળશે. રિલીઝ થયાના ચાર દિવસની અંદર જ આ ગીતને 4 મિલીયન કરતા પણ વખત જોવામાં આવ્યું છે.

આ ધમાકેદાર આઈટમ નંબરના બોલ યાદવ રાજે લખ્યા છે. આ સાથે ઈંદુ સોનાલી અને અનુજ તિવારીએ આમાં પોતાનો અવાજ આપી ચાર ચાંદ લગાવી દીધા છે. આ બધાથી ઉપર છે આમ્રપાલીનો જબરદસ્ત સેક્સી બેલી ડાંસ. જીહાં, આમ્રપાલી દુબેએ આ ગીતમાં એવા ઠુમકા લગાવ્યા છે પ્રોફેશનલ બેલી ડાંસર પણ શરમાઈ જાય. જ્યારે ભોજપુરી દર્શકો માટે તો આ ગીત કોઈ ટ્રીટથી ઓછું નથી.

આમ્રપાલી દુબેના લટકા-ઝટકા પરથી જો ધ્યાન હટાવવામાં આવે તો, આ ફિલ્મમાં વિશાલ સિંહ, નીલૂ સિંહ, સૂર્યા શર્મા, સ્નેહા મિશ્રા, અયાજ ખાન, ઉમેશ સિંહ, રાજકુમાર શાહી જેવા કેટલાએ નામચીન સિતારા જોવા મળશે. આ ફિલ્મ ઈદના તહેવારે રજૂ થઈ રહી છે. ઈદ પર જ સલમાનની ફિલ્મ 'રેસ-3' પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાન સાથે જેકલીન ફર્નાન્ડિંસ, અનિલ કપુર, બોબી દેઓલ અને ડેજી શાહ લીડ રોલમાં છે.

First published: June 15, 2018, 3:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading