'મૈંને પ્યાર કિયા'ના 30 વર્ષ પૂર્ણ થતા ભાગ્યશ્રીના પુત્રએ રીક્રિએટ કર્યા આ સીન્સ

News18 Gujarati
Updated: December 30, 2019, 5:47 PM IST
'મૈંને પ્યાર કિયા'ના 30 વર્ષ પૂર્ણ થતા ભાગ્યશ્રીના પુત્રએ રીક્રિએટ કર્યા આ સીન્સ
મૈંને પ્યાર કિયા

વીડિયોમાં અભિમન્યુ અને શર્લી મૈંને પ્યાર કિયાના આ જ ડાયલોગ બોલી રહ્યા છે.

  • Share this:
બોલિવૂડ (Bollywood) અભિનેતા સલમાન ખાન (Salman khan) અને ભાગ્યશ્રીની સુપરહિટ હિટ ફિલ્મ મૈંને પ્યાર કિયાની રીલિઝના 30 વર્ષ હવે પૂર્ણ થઇ ચૂકયા છે. આ ફિલ્મ 29 ડિસેમ્બર 1989 માં રીલિઝ થઇ હતી. સૂરજ બડજાત્યાએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મને હવે 30 વર્ષ પૂર્ણ થયા છે. ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસાની (Abhimanyu Dasani) એ મૈંને પ્યાર કિયાના આઇકોનિક સીનને રિક્રિએટ કર્યા હતા.

આ ફિલ્મમાં પ્રેમ અને સુમન વચ્ચે કેપ આપવાથી થઇ હતી મિત્રતા. અને તે વખતો ડાયલોગ કે મિત્રતામાં નો થેક્સ નો સોરી ફેમસ થયો હતો. ફિલ્મ "મર્દ કો દર્દ નહીં હોતા"માં કામ કરી ચૂકેલા એક્ટર અભિમન્યુએ સિંગર શર્લી સેતિયા સાથે મળીને આ આઇકોનિક ફિલ્મના કેટલાક ડાયલોગ રિક્રિએટ કર્યા હતા. અને તેના વીડિયો પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. વીડિયોમાં અભિમન્યુ અને શર્લી મૈંને પ્યાર કિયાના આ જ ડાયલોગ બોલી રહ્યા છે. જે તમે પણ સાંભળો અહીં.

સલમાન ખાન અને ભાગ્યશ્રીની આ ફિલ્મે તે સમયે 4 કરોડનું કલેક્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં અભિમન્યુ અને શર્લી નિકમ્મા ફિલ્મમાં સાથે નજરે આવશે. આ ફિલ્મને શબ્બીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે. અને આ ફિલ્મ 5 જૂન 2020માં રીલિઝ થશે.મૈંને પ્યાર કિયામાં સલમાન ખાને પ્રેમની ભૂમિકા ભજવી હતી. અને આ ફિલ્મ સુપર હિટ થતા સલમાન ખાનનું કેરિયર એક નવી ઊંચાઇ પર પહોંચ્યું હતું. તો બીજી તરફ ભાગ્યશ્રીએ સુમનનો રોલ ભજવ્યો હતો. જો કે આ ફિલ્મ પછી ભાગ્યશ્રી લગ્ન કર્યા હતા. અને ફિલ્મોને વિદાય કહી દીધી હતી. આ ફિલ્મને આજે પણ એક સુપર ડુપર હિટ તરીકે જોવામાં આવે છે. અને લોકો આજે પણ આ આઇકોનિક ફિલ્મને ખૂબ જ પસંદ કરે છે.
First published: December 30, 2019, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading