કનિકા કપૂર કોરોના વિવાદમાં બપ્પી લહેરીનો ખુલાસો - હું પણ તેને મળ્યો હતો!

કનિકા કપૂર કોરોના વિવાદમાં બપ્પી લહેરીનો ખુલાસો - હું પણ તેને મળ્યો હતો!
કનિકા કપૂર અને બપ્પી લહીરી

બપ્પી લહેરીએ કનિકા કપૂરના સારા સ્વાસ્થય માટે શુભકામનાઓ આપી છે.

 • Share this:
  પોતાના ગીતોને કારણે લોકોના મન પર રાજ કરનાર જાણીતી ગાયિકા કનિકા કપૂર (Kanika Kapoor)ના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે તેણે વિદેશ પરત આવીને કેટલીક બોલિવૂડ પાર્ટીમાં હાજરી આપવાની વાતને લઇને લોકો હાલ તેનાથી નારાજ છે. કનિકા પર એરપોર્ટમાં સ્ક્રીનિંગ ન કરાવવા અને સ્ટાફને ભ્રમિત કરીને નીકળી જવાનો આરોપ છે. જો કે આ પછી કનિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે તે વાત જાતે જ જણાવી હતી. જો કે આ પહેલા કનિકા કેટલીક પાર્ટીમાં હાજર રહી હતી અને આજ કારણે જાણીતા સંગીતકાર બપ્પી લહેરી (Bappi Lahri) હવે ચિંતિત છે. અને આ વાતનો ખુલાસો તેમણે પોતે કર્યો છે.

  કનિકા કપૂર પર એક તરફ લોકો તેના બેજવાબદાર હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ આજ મામલે તેની પર એફઆઇઆર પર દાખલ કરવામાં આવી છે. આ સમયે જાણીતા બોલિવૂડ સંગીતકાર બપ્પી લહેરીએ ખુલાસો કર્યો હતો કે લંડન જવા પહેલા તે કનિકાને મળ્યા હતા. મુંબઇ મિરરમાં ખાસ વાતચીત કરતા બપ્પીએ જણાવ્યું કે લંડન જવા પહેલા કનિકાએ છેલ્લું મારું જ એક ગીત ગાયું હતું. આ ગીત તેમણે ફિલ્મ "પ્યાર મેં થોડા ટ્વિસ્ટ" માટે ગાયું હતું.  બપ્પી લહેરીએ જણાવ્યું કે જ્યારથી કનિકાને કોવિડ 19 પોઝિટિવ આવ્યો છે તે ખબર મળી છે ત્યારથી તેમની કનિકા સાથે કોઇ વાતચીત નથી થઇ. પણ તેમણે આશા વ્યક્ત કરી છે કે કનિકા જલ્દી જ સ્વસ્થ થઇ જાય. તેમણે કહ્યું કે તે વ્યવ્હાર કૂશળ અને શિક્ષત યુવતી છે. બપ્પી લહેરીએ કનિકા કપૂરના સારા સ્વાસ્થય માટે શુભકામનાઓ આપી છે.

  વધુમાં તેમણે જણાવ્યું કે તે કોરોના વાયરસની થીમ પર એક ગીતનું રેકોર્ડિંગ કરી રહ્યા છે. અને થોડા દિવસમાં જ આ ગીત સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસથી આજે ભારતમાં 10માં વ્યક્તિની મોત થઇ છે. અને 500 જેટલા કેસ દાખલ થઇ ચૂક્યા છે. સાથે જ સરકારે પણ ઠેર ઠેર લોકડાઉનની જાહેરાત કરી છે.
  Published by:News18 Gujarati
  First published:March 24, 2020, 12:58 pm

  ટૉપ ન્યૂઝ