કંગના રનૌટ વિરુદ્ધ બાંદ્રા કોર્ટમાં FIR દાખલ કરવાનો આદેશ, આ છે કારણ

News18 Gujarati
Updated: October 17, 2020, 1:39 PM IST
કંગના રનૌટ વિરુદ્ધ બાંદ્રા કોર્ટમાં FIR દાખલ કરવાનો આદેશ, આ છે કારણ
કંગના રનૌટ, એક્ટ્રેસ

કંગના રનૌટ વિરુદ્ધ મુંબઇની બ્રાંદ્રા કોર્ટમાં એક મુદ્દા પર એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાણો કારણ

  • Share this:
કંગના રનૌટ (Kangana Ranaut) સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ છે. સુશાંત કેસમાં તેણે બોલિવૂડ (Bollywood) પર નેપોટિઝ, ફેવરેટિઝ્મ, ડ્રગ્સ મામલે અનેક મોટા નિવેદન કર્યા હતા. હવે કંગનાની વિરુદ્ધ મુંબઇની બ્રાંદ્રા કોર્ટમાં એક કેસમાં એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બ્રાંદ્રા હાઇ કોર્ટે આ આદેશ બે લોકો દ્વારા કરવામાં આવેલી અરજી પર કર્યો છે. આ બે લોકોએ આરોપ લગાવ્યો છે કે તે બોલિવૂડમાં હિંદુ-મુસ્લિમ સમુદાયમાં ઝગડો કરાવવા માટે પ્રયાસ કરે છે.

કંગના રનૌટે સોશિયલ મીડિયાથી લઇને ટીવી પર અનેક જગ્યાએ બોલિવૂડ વિરુદ્ધ બોલ્યું છે. તે સતત બોલિવૂડની વિરુદ્ધ ઝેર ઓકી રહી છે. ત્યારે તેમાંથી તેની કેટલીક ટિપ્પણીને આધાર બનાવીને મુસ્લિમ સમુદાયના બે લોકોએ બ્રાંદ્રા કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કંગના રનૌટ પોતાની ટ્વિટ દ્વારા બંને સમુદાયની વચ્ચે નફરત ફેલાવાનું કામ કરી રહી છે. જેથી તેમની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચી સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પણ અનેક લોકો તેનાથી આહત થયા છે. તેમણે અરજીમાં કંગના પર સાંપ્રદાયિકતાને મહત્વ આપવાનો આરોપ પણ મૂક્યો છે.

આ મામલે બ્રાંદ્રા પોલીસ સ્ટેશને કંગના વિરુદ્ધ સંજ્ઞાન લેવાની ના પાડી હતી. જે પછી અરજીકર્તાએ આ મામલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અને કોર્ટે છેવટે કંગના વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

અરજી કર્તાએ કોર્ટમાં કંગનાના અનેક ટ્વિટ પર પુરાવા રૂપે સામે રાખ્યા હતા. સીઆરપીની ધારા 156 (3) હેઠળ કંનાની વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઇ શકે છે. એફઆઇઆર પછી કંગનાની પૂછપરછ થશે અને કંગનાની સામે પુરતા પુરાવા મળ્યા તો તેની ધરપકડ પણ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં અભિનેત્રી કંગના રનૈટ વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઇ છે.

વધુ વાંચો: India China Faceoff: સીમા વિવાદ પર ચીને શરત મૂકતા ભારતે કહ્યું, પેન્ગોંગથી એક સાથે હટશે બંને સેના

કંગના વિરુદ્ધ એક ટ્વિટ મામલે શુ્કવારે કોર્ટે પોલીસને એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. તુમકુરુમાં પ્રથણ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટેના વકીલ રમેશ નાઇક દ્વારા દાખલ ફરિયાદના આધાર પર સંદરા પોલીસ સ્ટેશનના નિરીક્ષક કંગના રનૌટ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ જાતો આવનારા સમયમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌટની મુશ્કેલીઓ વધી શકે છે.
Published by: Chaitali Shukla
First published: October 17, 2020, 1:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading