તાપસી પન્નુ સાથે અમિતાભ બચ્ચન હલ કરશે મર્ડર મિસ્ટ્રી, રિલીઝ થયું 'બદલા'નું ટ્રેલર...

શાહરૂખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કરી અમિતાભ બચ્ચનને ટેગ કરતા લખ્યું હતું કે, હું તમારી પાસે બદલો લેવા આવી રહ્યો છે, અમિતાભ બચ્ચન તૈયાર રહેજો.

શાહરૂખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કરી અમિતાભ બચ્ચનને ટેગ કરતા લખ્યું હતું કે, હું તમારી પાસે બદલો લેવા આવી રહ્યો છે, અમિતાભ બચ્ચન તૈયાર રહેજો.

 • Share this:
  ફિલ્મ 'પિંક' બાદ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની જોડી ફરી એક વખત સિનેમાના પરદા પર જોવા મળશે. ફિલ્મ બદલામાં બંને સાથે જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, તાપસી કેસની ગુથ્થી હલ કરતા જોવા મળી રહ્યા છે.

  આ ટ્રેલરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, તાપસી અને અમિતાભ આ વખતે એક મર્ડર મિસ્ટ્રી હલ કરતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'બદલા' શાહરૂખ ખાન પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બની રહી છે.

  ગત દિવસોમાં શાહરૂખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે, હવે માહોલ બદલા-બદલાયેલો લાગી રહ્યો છે. આ પહેલા તેણે ટ્વીટર પર અમિતાભ બચ્ચનને ટેગ કરતા લખ્યું હતું કે, હું તમારી પાસે બદલો લેવા આવી રહ્યો છે, અમિતાભ બચ્ચન તૈયાર રહેજો.

  આના જવાબમાં અમિતાભે લખ્યું કે, અરે ભાઈ શાહરૂખ ખાન, બદલો લેવાનો ટાઈમ તો નીકળી ગયો.... હવે તો બધાને બદલો આપવાનો ટાઈમ છે.  સોશિયલ મીડિયા પર કિંગ ખાન અને મહાનાયકની આવી વાતચીત જોઈ ફેન્સ ઘણા ખુશ હતા.

  ટ્રેલર અનુસાર, ફિલ્મ 8 માર્ચે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: