2 મિનિટના ડાન્સ માટે જૈકલીને લીધા આટલા કરોડ રુપિયા, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: August 22, 2019, 1:41 PM IST
2 મિનિટના ડાન્સ માટે જૈકલીને લીધા આટલા કરોડ રુપિયા, જુઓ વીડિયો
જૈક્લીને આ સોંગ માટે લીધેલી ફી વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

પ્રભાસની ફિલ્મ 'સાહો' (Saaho) માં 2 મિનિટમાં સોંગ માટે અભિનેત્રી જૈક્લીન ફર્નાડીઝે કરોડોની ફી લીધી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આ દિવસોમાં અનેક મોટી ફિલ્મોની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન 'બાહુબલી' સ્ટાર પ્રભાસે ધૂમ મચાવી છે. પ્રભાસની આગામી ફિલ્મ સાહો વિશે વાત કરીએ તો આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ કોઈને કોઇ કોરણોસર આ ફિલ્મ ચર્ચામાં છે. ભૂતકાળમાં આ ફિલ્મના ઘણા સોંગ રજૂ કરવામાં આવ્યા છે. આમાંથી એક ગીત એવું છે કે જેના માટે એક વિશાળ બજેટ ખર્ચવામાં આવ્યું છે. જેનો અડધો ભાગ ફક્ત અભિનેત્રીની ફી માટે જ લાગુ કરવામાં આવ્યો છે.

અભિનેત્રીએ 2 મિનિટ 16 સેકન્ડના આ સોંગ માટે 2 કરોડ ફી લીધી છે. 'સાહો' નું આ સોંગ 'બેડ બોય' તાજેતરમાં રિલીઝ થયું છે અને તેની રિલીઝ થતાંથી જ એક હલચલ મચી ગઈ છે. આ સોંગમાં અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડિઝ જોવા મળી રહી છે.

 આ સોગં યુટ્યુબ પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સોંગને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. સોંગની વિશેષ વસ્તુ પ્રભાસ અને જૈક્લીનની હોટ કેમિસ્ટ્રી પણ છે.આ ધમકેદાર સોંગના સિંગર નીતિ મોહન અને રેપર બાદશાહ છે. 'બેડ બોય'માં પહેલી વાર જૈક્લીન ફર્નાન્ડીઝ અને પ્રભાસ એક સાથે સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. સોંગના વ્યૂ જોઈને ખબર પડે છે કે લોકોએ તેમની જોડીને ખબૂ પસંદ કરી છે.

ફિલ્મ વિશે વાત કરીએ તો 'સાહો' 30 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્શન અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટંટથી ભરેલી આ ફિલ્મ 400 કરોડના બજેટ પર તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર, ચંકી પાંડે, મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ અને મહેશ માંજરેકર જોવા મળશે.જૈક્લીને આ સોંગ માટે લીધેલી ફી વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ સોંગમાં પરફોર્મ કરવા માટે જૈક્લીને સંપૂર્ણ 2 કરોડ ચાર્જ કર્યા છે. આ સોંગનો વીડિયો અહીં જુઓ

First published: August 22, 2019
વધુ વાંચો
अगली ख़बर