બાહુબલીના 'ભલ્લાદેવે' ઓછું કર્યું 30 કિલો વજન, રાણાએ કહ્યું, આવી થઇ ગઇ હતી હાલત!

News18 Gujarati
Updated: February 27, 2020, 12:05 PM IST
બાહુબલીના 'ભલ્લાદેવે' ઓછું કર્યું 30 કિલો વજન, રાણાએ કહ્યું, આવી થઇ ગઇ હતી હાલત!
બાહુબલી

રાણાએ પોતે આ વિષે જણાવ્યું કે 30 કિલો વજન ઓછું કરીને તેમની હાલત કેવી થઇ ગઇ હતી.

  • Share this:
ફિલ્મ બાહુબલી (Baahubali)માં વિલેન ભલ્લાદેવ (Bhallaladeva) નો રોલ ભજવનાર એક્ટર રાણા દગ્ગુબાતી (Rana Daggubati) ભૂલવો અશક્ય છે. તેનું ભારે ભરખમ શરીર અને અદ્ઘભૂત બોડી આ ફિલ્મ જોઇને સૌ કોઇ કાયલ થયા હતા. જો કે આવી બોડી બનાવવા માટે રાણાએ વર્ષો સુધી મહેનત કરી અને હવે તેમની આવનારી ફિલ્મ માટે તેમણે 30 કિલો વજન ઓછું કર્યું છે. આ શોકિંગ ટ્રાંસ્ફોર્મેશન તેમણે પોતાની આવનારી ફિલ્મ હાથી મેરે સાથી (Haathi Mere Saathi) માટે કર્યું છે. ફિલ્મના સેટ પરથી રાણા દગ્ગુબાતીની જે તસવીરો સામે આવી છે તે તમને હેરાન કરનારી છે.

રાણાએ પોતે આ વિષે જણાવ્યું કે 30 કિલો વજન ઓછું કરીને તેમની હાલત કેવી થઇ ગઇ હતી. 35 વર્ષના રાણીએ ફિલ્મ હાથી મેરે સાથીમાં એક સામાન્ય જંગલ મેન બનદેવની ભૂમિકા ભજવી છે. તેમના પાત્રને ન્યાય આપવા માટે તેમને વજન ઓછું કરવું પડ્યું. તેણે આ ફિલ્મ માટે 30 કિલો વજન ઓછું કર્યું. તેમણે આ માટે સ્ટ્રિક્ટ ડાયર પ્લાન ફોલો કર્યો. અને અલગથી એક ટફ ટ્રેનિંગ પણ લીધી. ફિલ્મમાં તેમની વધેલી દાઢીનો લૂક હાલમાં જ બહાર આવ્યો હતો.


પોતાના વેટ લોસ પર વાત કરતા રાણાએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે "પ્રભુ સોલોમોન સર ઇચ્છતા હતા કે આ ફિલ્મમાં મારું પાત્ર રિયલ લાગે. આ માટે મારે સંપૂર્ણપણે ફિટ રહેવાનું હતું. અને વજન ઓછું કરવાનું હતું. આ કરવું મારા માટે મુશ્કેલ હતું. કારણ કે મારું ફિઝિક્સ હંમેશાથી હેવી રહ્યું હતું. રાણાએ વધુમાં જણાવ્યું કે પતળા દેખાવા માટે મેં બે વર્ષ સુધી ફિઝિકલ ટ્રેનિંગ લીધી. સાથે જ પોતાની ડાયેટમાં પણ ખૂબ બદલાવ લાવ્યો. મેં ઓછું ખાવાની શરૂઆત કરી દીધી"

તમને જણાવી દઇએ કે આ ફિલ્મ 2 એપ્રિલના રીલિઝ થવાની છે. આ ફિલ્મ એક સાથે અનેક ભાષામાં રિલિઝ થશે. જેમાં હિંદી, કન્નડ, તમિલ અને તેલુગુ ભાષા સામેલ છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ પણ છે. આ સિવાય જોયા હુસેન અને શ્રેયા પિલગાંવકર પણ આ ફિલ્મમાં જોવા મળશે.
First published: February 27, 2020, 12:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading