Home /News /entertainment /આયુષ્માન ખુરાનાને કાસ્ટિંગ ડાયરેક્ટરે કહ્યું, જો તારું ટૂલ બતાવીશ તો તને લીડ રોલ આપીશ

આયુષ્માન ખુરાનાને કાસ્ટિંગ ડાયરેક્ટરે કહ્યું, જો તારું ટૂલ બતાવીશ તો તને લીડ રોલ આપીશ

સતત 8 હિટ ફિલ્મ આપનારા આયુષ્માન ખુરાનાએ પણ થયો હતો કાસ્ટિંગ કાઉચનો ખરાબ અનુભવ

સતત 8 હિટ ફિલ્મ આપનારા આયુષ્માન ખુરાનાએ પણ થયો હતો કાસ્ટિંગ કાઉચનો ખરાબ અનુભવ

    મુંબઈઃ બોલિવૂડના નવા સુપરસ્ટાર એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)એ પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચ (Casting Couch)ના મામલાની વાત કરી છે. તેણે એક કાસ્ટિંગ ડાયરેક્ટર તરફથી કરવામાં આવેલી માંગ વિશે જણાવ્યું કે તે સ્ટ્રેટ છે અને તેને ખૂબ જ સરળ ભાવથી ઓફર ઠુકરાવી દીધી હતી. આયુષ્માને પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, એક કાસ્ટિંગ ડાયરેક્ટરે મને કહ્યું કે જો હું મારું ટૂલ બતાવીશ તો મને ફિલ્મમાં લીડ રોલ આપશે. કાસ્ટિંગ ડાયરેક્ટરે સીધું કહ્યું કે, જો તું તારું ટૂલ બતાવીશ તો હું તને ફિલ્મનો લીડ રોલ આપી દઈશ. ત્યારે આયુષ્માને તેને સ્પષ્ટ કહી દીધું કે હું સ્ટ્રેટ છું મેં તેને ના પાડી દીધી.

    ઉલ્લેખનીય છે કે, આયુષ્માનની છેલ્લી 8 ફિલ્મો સતત હિટ સાબિત થઈ છે. તેને નવા સમયનો સુપરસ્ટાર માનવામાં આવી રહ્યો છે. આયુષ્માને લાંબા સમય સુધી એન્કરિંગ કર્યા બાદ વર્ષ 2012માં ફિલ્મ વિક્કી ડૉનરથી પોતાની એક્ટિંગ કારકિર્દી શરૂ કરી હતી. તે પોતાની પહેલી ફિલ્મથી જ ઘણો ચર્ચામાં આવી ગયો હતો.

    આ પણ વાંચો, પાણી પુરી ખાતો ઈરફાન ખાનનો જૂનો વીડિયો, દીકરા બાબિલે કર્યો શૅર

    આયુષ્માને હાલમાં જ ખુલાસો કર્યો છે કે, મેં ઘણા રિજેક્શનનો સામનો કર્યો છે. અનેકવાર પોતાની વાત રજૂ કરવાના કારણે અપમાનનો પણ સામનો કર્યો છે. ઓડિશનમાં રૂમમાં એક વ્યક્તિને જ રહેવાનું હોય છે. પરંતુ એક રૂમમાં 50-50 લોકોને ઊભા કરવામાં આવે છે અને તેમને સોલો પર્ફોમન્સ કરવાની વાત કહેવામાં આવે છે. એકવાર મેં તેને લઈને વિરોધ કર્યો તો મને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. જોકે આ બધાએ મળીને મને ગઢવાનું કામ કર્યું છે.

    આ પણ વાંચો, ગીત ગાતાં મસ્તીમાં ઝૂમી રહી હતી સુહાના, કોઈએ ચૂપચાપ ઉતાર્યો વીડિયો

    નોંધનીય છે કે, આ વાતો તેણે હાલમાં જ પોતાની છેલ્લી રિલીઝ ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનના પાત્ર વિશે થઈ રહેલી વાતચીત દરમિયાન કહી હતી. જ્યારે તેને પુરુષોના શારીરિક સંબંધોને લઈ સવાલ પૂછવામાં આવ્યો તો તેણે પોતાની સાથે હકીકતમાં બનેલી ઘટના વિશે જણાવ્યું. આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે.

    આ પણ વાંચો, ઋષિ કપૂરના અસ્થિ વિસર્જન બાદ પત્ની નીતૂએ શૅર કરી ઇમોશનલ પોસ્ટ, આમનો માન્યો આભાર!
    First published:

    Tags: Ayushmann Khurrana, Casting couch, બોલીવુડ, મુંબઇ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો