આયુષ્યમાન ખુરાનાનો આ ફેન બની ગયો તેમનો કો-સ્ટાર, આ ફિલ્મમાં સાથે કામ કરશે

News18 Gujarati
Updated: February 7, 2020, 10:38 PM IST
આયુષ્યમાન ખુરાનાનો આ ફેન બની ગયો તેમનો કો-સ્ટાર, આ ફિલ્મમાં સાથે કામ કરશે
આયુષ્યમાન ખુરાના સાથે કામ કરી રહ્યા છે જિતેન્દ્ર

ટુંક સમયમાં આયુષ્યમાન ખુરાના વર્ષ 2020માં ખાતુ ખોલવા જઈ રહ્યા છે

  • Share this:
વર્ષ 2019માં બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી અને સ્ટારડમ મેળવ્યા બાદ હવે ટુંક સમયમાં આયુષ્યમાન ખુરાના વર્ષ 2020માં ખાતુ ખોલવા જઈ રહ્યા છે. આ વર્ષે આયુષ્યમાન સ્ટારર સૌથી પહેલી ફિલ્મ છે 'શુભ મંગલ જ્યાદા સાવધાન'. ફિલ્મ એક સમલૈંગિક કપલની કહાની છે, અને આ કપલ પોતાના સમલૈંગિક સંબંધને સમજાવવા માટે પોતાના પરિવાર અને સમાજ સામે કેટલી મહેનત કરે છે.

આયુષ્યમાન ખુરાનાની એ ખાસીયત છે કે તે પર્દા પર કઈંક નવું એક્સપેરિમેન્ટ કરતા જોવા મળે છે. હાલમાં જ આયુષ્યમાન ફિલ્મ ડ્રીમ ગર્લમાં છોકરીના અવતારમાં જોવા મળ્યા તો તે ફિલ્મ 'બાલા'માં તેમનો એક અલગ અવતાર જોવા મળ્યો હતો.

ફિલ્મ 'બાલા'માં આયુષ્યમાન એક ગંજા (ટાલીયા)ના કિરદારમાં હતા, જે પોતાના આ કોમ્પલેક્સને છુપાવવા માટે ખુબ જતન કરે છે. હવે આયુષ્યમાન ટુંક સમયમાં સમલૈંગિક કિરદારમાં જોવા મળશે. જીહાં, ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'માં આયુષ્યમાન ખુરાના અને જિતેન્દ્રની જોડી જોવા મળશે. આયુષ્યમાન સાથે સમલૈગિંક સંબંધમાં જિતેન્દ્ર પાર્ટનરના રોલમાં છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં આયુષ્યમાનના પાર્ટનરનો રોલ કરનાર જિતેન્દ્ર આયુષ્યમાન ખુરાનાનો ખુબ મોટો ફેન છે. વર્ષ 2009માં જ્યારે જિતેન્દ્ર આઈઆઈટીના ખડગપુરમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત એમટીવી તરફથી ફેસ્ટિવલ કવર કરવા પહોંચેલા આયુષ્યમાન ખુરાના સાથે થઈ હતી.

અસલમાં તે આયુષ્યમાન ખુરાનાનો રૂમ શોધી તેમના રૂમમાં ફેનની જેમ ઘુસી ગયો હતો. જોકે, આયુષ્યમાને તેની પર ગુસ્સો કરવાના બદલે સારી રીતે વાત કરી અને તેની સાતે તસવીર પણ લીધી હતી, સાથે આયુષ્યમાન સંગ સમલૈંગિક સંબંધ પર ડિસ્કશન પણ કરી હતી.

આખરે આયુષ્યમાનનો આ ફેન તેમનો કો-સ્ટાર બની 10 વર્ષ બાદ પરદા પર એન્ટ્રી કરી રહ્યો છે, કમાલની વાત એ છે કે, આયુષ્યમાન અને તેમના ફેન જિતેન્દ્રની જોડીની કેમેસ્ટ્રી દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. હાલમાં જ રીલિઝ થયેલા ફિલ્મના ગીત 'મેરે લીએ તુમ કાફી હો'માં આ બંનેના રોમાંસે દરેક કોઈનું દિલ જીતી લીધુ હતું.
First published: February 7, 2020, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading