Home /News /entertainment /

#AskSRK: પ્રશંસકે શાહરૂખને પૂછ્યું, PM ફંડમાં કેટલું દાન કર્યું? મળ્યો આવો જવાબ

#AskSRK: પ્રશંસકે શાહરૂખને પૂછ્યું, PM ફંડમાં કેટલું દાન કર્યું? મળ્યો આવો જવાબ

કિંગ ખાને દાન વિશે પૂછાતાં આપ્યો એવો વળતો જવાબ કે ટ્વિટ સોશિયલ મીડિયા પર થયું વાયરલ

કિંગ ખાને દાન વિશે પૂછાતાં આપ્યો એવો વળતો જવાબ કે ટ્વિટ સોશિયલ મીડિયા પર થયું વાયરલ

    મુંબઈઃ બોલિવૂડ (Bollywood) માં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) કોરોના વાયરસ (Coronavirus)ના કારણે પોતાના ઘરમાં જ કેદ છે. તેના કારણે શાહરૂખ ટ્વિટર પર એક્ટિવ રહે છે અને પ્રશંસકોના સવાલોના જવાબ આપી રહ્યો છે. કોરોનાના કારણે પોતાના પ્રશંસકો સાથે મુલાકાત માટે તેણે #ASKSRK નામના સેશનનું આયોજન કર્યું. આ દરમિયાન પ્રશંસકોએ કિંગ ખાનને અનેક સવાલ પૂછ્યા, જેના તેણે જવાબ આપીને પોતાના પ્રશંસકોને ખુશ કરી દીધા. #ASKSRK સેશન દરમિયાન કિંગ ખાનના એક પ્રશંસકે તેને સવાલ તેણે હાલમાં જ દાન કરેલી રકમ વિશે હતો.

    શાહરૂખ ખાન સતત આ ખતરનાક વાયરસની સંક્રમણના સમયમાં જનતાની મદદ કરી રહ્યો છે. #ASKSRK સેશન દરમિયાન એક પ્રશંસકે તેને સવાલ કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે પીએમ કેર્સ ફંડ (PM Cares Fund)માં તેણે કેટલું દાન આપ્યું. એક્ટરે પણ ખૂબ જ ચપળતાથી તેનો જવાબ આપ્યો.

    પ્રશંસકે પીએમ કેર્સ ફંડમાં દાન આપવાને લઈ પૂછ્યું કે, સાચું જણાવશો કે પીએમ ફંડમાં કેટલું દાન આપ્યું. પ્રશંસકના આ સવાલનો શાહરૂખે પણ વળતો જવાબ આપ્યો. તેણે કહ્યું, રિયલી, શું ખજાનચી છે?


    આ પણ વાંચો, ઘરેલૂ હિંસાને ‘લૉકડાઉન’ કરવાનો ઉઠ્યો અવાજ, અનુષ્કા-વિરાટની સાથે સ્ટાર્સે કરી આ માંગ

    હવે શાહરૂખનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેની પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

    નોંધનીય છે કે, શાહરૂખ ખાને બાકી સેલેબ્સની જેમ કોરોના વાયરસની જંગ સામે લડવા માટે ગુપ્ત દાન પીએમ ફંડમાં આપ્યું છે. કારણ કે બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમારની દાન કરેલી રકમને દુનિયા જાણી ગઈ છે, તેથી લોકો એવું જાણવા માંગે છે કે કિંગ ખાને કેટલું દાન કર્યું છે.

    આ પણ વાંચો, રાખી સાવંતે શાહરૂખ સાથે વીડિયો કૉલ પર કરી વાત? સ્ક્રીનશૉટ જોઈ લોકોએ કહ્યું-Fake
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Lockdown, Shah Rukh Khan, Social media, SRK, StayHome, નરેન્દ્ર મોદી, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन