મુંબઈઃ હાલમાં જ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને સોશિયલ મીડિયા પર પોતાની પહેલી સ્ક્રિપ્ટ તૈયાર થવાની ઘોષણા કરી હતી. ત્યારે તેવી ચર્ચા થઈ રહી હતી કે સિનમાં તેનું પૅશન છે અને એક્ટિંગની બદલે ડિરેક્શનમાં ઉતરી રહ્યો છે. પરંતુ હવે એવી જાણ થઈ છે કે નિર્દેશક બન્યા પહેલા આર્યન બિઝનેસમેન બની ગયો છે અને તેના પહેલા કે દર્શકો તેની ફિલ્મ કે વેબસીરિઝ જુએ, આર્યન તેમને પોતાની કંપનીની પ્રોડક્ટ વેચશે.
ખબર મળી રહી છે કે આર્યન ખાન પોતાના બે મિત્રો સાથે બનાવેલી કંપની ડેવિલ બ્રાન્ડની હેઠળ ભારતમાં લગ્ઝરી લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી વસ્તુ લૉન્ચ કરવા જઈ રહ્યો છે. મીડિયામાં આવેલી ખબરો અનુસાર કહેવામાં આવી રહ્યુ છે કે, આ કંપની સૌથી પહેલા બેવરેજ કંપની સાથે મળીને પોતાની બ્રાન્ડ નેમની વોડ્કા લૉન્ચ કરી રહી છે.
વોગ ઈન્ડિયાની ખબર અનુસાર કહેવામાં આવી રહ્યુ છે કે ત્યારબાદ આર્યન અને તેની કંપની માર્ચ 2023માં પોતાની ક્લોદિંગ લાઈન લાવશે અને તેના માટે એક વેબસાઈટ લોન્ત કરવામાં આવશે. ધીરે-ધીરે કંપની પોતાનો વ્યવસાય ભારતમાં વધારશે.
વોગ ઈન્ડિયા સાથે વાતચીતમાં આર્યને કહ્યુ કે અમારો પરિવાર જે વસ્તુઓ પ્રત્યે જુનૂન મહેસૂસ કરે છે, અમે તે જ વ્યવસાયમાં ઉતરીએ છીએ. મારી માતા પ્રોડ્યુસર છે, પરંતુ તે ઈન્ટિરીટયર ડિઝાઈનિંગ પસંદ કરે છે. તેણીએ પોતાને એક સફળ ઈન્ટિરિયર ડિઝાઈનરના રુપે સ્થાપિત કરી છે. મારા પિતા એક્ટર છે, પણ તેમની વીએફએક્સ કંપની, એક પ્રોડક્શન કંપની પણ છે. અમે બધા રમતને પ્રેમ કરીએ છીએ અને આશરે 10 વર્ષ પહલા અમે આ મેદાનમાં પણ ઉતર્યા. આર્યનની કંપનીમાં બિઝનેસ પાર્ટનર યુરોપથી છે. એક છે બંટી સિંહ અને બીજી લૈટી બ્લાગોયેવા.
આ કંપની આવનારા સમયમાં લગ્ઝરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીને ભારતમાં ઉતારશે. બેવરેજ કંપનીની સાથે વોડ્કા પછી વ્હિસ્કી અને રમ પણ માર્કેટમાં ઉતારવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે આર્યન, બંટી અને લૈટી છેલ્લા પાંચ વર્ષથી આ કંપનીની રુપરેખા પર કામ કરી રહ્યા હતાં.
2023 શાહરુખ ખાનના પરિવાર માટે ખાસ રહેશે. ખુદ શાહરુખની ત્રણ ફિલ્મો, પઠાણ-જવાન-ડંકી બોક્સ ઓફિસ પર આવશે. આર્યન બિઝનેસની સાથે સ્ક્રીન પર પણ દસ્તક આપશે અને પોતાના નિર્દેશનમાં પહેલો પ્રોજેક્ટ શરુ કરશે. શાહરુખની દીકરી સુહાના પણ આવતા વર્ષે ફિલ્મ આર્ચીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર