HBD: સેલ્સમેનની નોકરી કરતા અર્શદ વરસીને ડાન્સના શોખના કારણે બોલીવુડમાં મળી એન્ટ્રી

HBD: સેલ્સમેનની નોકરી કરતા અર્શદ વરસીને ડાન્સના શોખના કારણે બોલીવુડમાં મળી એન્ટ્રી
ફાઇલ તસવીર

સફળતાનો સ્વાદ અર્શદે વર્ષ 2003માં આવેલી રાજકુમાર હિરાણીની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસથી ચાખ્યો હતો.

  • Share this:
મુન્નાભાઈ એમબીબીએસથી સફળતાનો સ્વાદ ચાખનાર અર્શદ વરસી આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અર્શદ વરસીનો જન્મ 19 એપ્રિલ 1968માં મુંબઈ ખાતે થયો હતો. અર્શદના માથેથી નાનપણમાં જ માં-બાપનો હાથ ઉઠી ગયો હતો. તેઓ જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાનું નિધન થયું હતું. જે બાદ તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એટલું જ નહીં આર્થિક તંગીના કારણે તેમણે ભણવાનું પણ છોડવું પડ્યું હતું.

અર્શદે ભણવાનું છોડીને કોસ્મેટિક બનાવતી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી ચાલુ કરી હતી. જોકે, અર્શદને ડાન્સનો શોખ હતો. અર્શદે ડાન્સ કરવાનું શરુ કરી દીધું. તેઓ અકબર સમીના ડાન્સ ગ્રુપમાં જોડાઈ ગયા. જે બાદ તેમને 1987માં  આવેલી ફિલ્મ ઠિકાના અને કાશના ગીતોને કોરિયોગ્રાફ કરવાની તક મળી. તેઓ સફળ કોરિયોગ્રાફર રહ્યા બાદ તેમના માટે એક્ટિંગના દરવાજા ખુલી ગયા.


અર્શદે 1996માં ફિલ્મ તેરે-મેરે સપને દ્વારા ફિલ્મોમાં પદાર્પણ કર્યું. આ ફિલ્મમાં જયા બચ્ચને અર્શદને તક આપી હતી અને ફિલ્મ બોક્સઓફિસ હિટ સાબિત થઇ હતી.

જ્હાનવી કપૂર માલદીવ્સમાં ફિટનેસ ટ્રેનર સાથે માણી રહી છે વેકેશનની મઝા

જોકે, સફળતાનો સ્વાદ અર્શદે વર્ષ 2003માં આવેલી રાજકુમાર હિરાણીની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસથી ચાખ્યો હતો. આ ફિલ્મમાં સર્કિટનો રોલ અદા કરીને તેમણે દર્શકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. 2006માં તેમણે તેની સિક્વલ 'લગે રહો મુન્નાભાઈ'માં કામ કર્યું હતું. આ ફિલ્મ માટે અર્શદને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

મહેસાણા: નોકરી માટે જાપાન ગયેલા બે દીકરીઓના પિતા સાત મહિનાથી છે હૉસ્પિટલમાં, પરત લાવવા પરિવારની ગુહાર



ત્યાર બાદ તેઓ રોહિત શેટ્ટીની નજરમાં આવ્યા અને ગોલમાલમાં કામ મળ્યું. તેઓ ગોલમાલ સિરીઝની બધી ફિલ્મોમાં નજર આવ્યા છે. અર્શદ 2013માં જોલી એલએલબી બાદ વધુ લોકપ્રિય બન્યા છે.
Published by:Kaushal Pancholi
First published:April 19, 2021, 13:32 pm

ટૉપ ન્યૂઝ