એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન મામલાની તપાસ કરી રહેલાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો NCB તેમની તપાસનો વિસ્તાર વધારી રહી છે. NCBએ બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ (Arjun Rampal)ને મંગળવારે ફરી સમન બજાવીને બલાવ્યા છે. એન્ટી ડ્રગ એજન્સીએ 16 ડિસેમ્બરનાં અર્જુન રામપાલની પૂછપરછ માટે બોલાવ્યો છે. આપને જણાવી દઇએ કે, ડ્રગ્સ મામલે (Drugs Case)માં અર્જુન રામપાલની પહેલાં પણ એક વખત પૂછપરછ થઇ ગઇ છે. NCBએ અર્જુન રામપાલની ઘણાં કલાકો પૂછપરછ કરી હતી. સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ NCBએ બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહી છે.
અર્જુન રામપાલ ઉપરાંત તેની લિવિંગ પાર્ટનર ગેબ્રિએલાએ NCBની સતત 2 દિવસ સુધી 6-6 કલાક સુધી પૂછપરછ કરી હતી. NCBએ ગત મહિને એક્ટર અર્જુન રામપાલની તપાસ કરી હતી.
આ પણ વાંચો- ભરૂચનો અનમોલ KBCમાં જીત્યો 25 લાખ રૂપિયા, બચ્ચન તેનાં જ્ઞાન પર થયા ફિદા
તે બાદ તેમને NCBની ઓફિસમાં બોલાવવામાં આવ્યાં હતાં. તપાસ દરમિયાન NCBએ અર્જુનનાં ઘરે કોઇ ડ્રગ્સ તો નહોતુ મળ્યું હતું. એક એવી દવા કે ટેબલેટ મળી હતી જે NDPS હેઠળ પ્રતિબંધિત છે. એવી દવાઓ માટે ડોક્ટર્સનું પરામર્શ જરૂરી છે. તે સમયે NCBનાં સૂત્રો મુજબ, અર્જુન રામપાલે તે ટેબલેટને પેન કિલરનાં રૂપમાં લેવાની વાત કબૂલી હતી.
આ પણ વાંચો- રિતિક રોશન માટે કંગનાએ કર્યુ ટ્વિટ, 'ક્યાં સુધી રડીશ એક નાનકડા અફેર માટે..'
હાલમાં જ NCBએ પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી હતી. NCBની પૂછપરછમાં ભારતી સિંહ અને તેનાં પતિએ ગાંજો લેવાની વાત કબૂલી હતી. NCBએ ભારતી સિંહનાં ઘરે છાપેમારી દરમિયાન 86.5 ગ્રામ ગાંજા પણ મળે છે. બાદમાં ભારતી સિંહ અને તેનાં હર્ષને મુંબઇની સ્પેશલ NDPS કોર્ટની બેલ મળી ગઇ હતી.
Published by:Margi Pandya
First published:December 15, 2020, 17:20 pm