Home /News /entertainment /'અમારા જીવન સાથે રમવાની હિંમત ના કરો..' પ્રેગ્નેન્સીની ખબર પર ભડક્યા મલાઈકા અને અર્જૂન
'અમારા જીવન સાથે રમવાની હિંમત ના કરો..' પ્રેગ્નેન્સીની ખબર પર ભડક્યા મલાઈકા અને અર્જૂન
ફોટોઃ @arjunkapoor and @malaikaaroraofficial
Malaika Arora Pregnancy News: એક ન્યૂઝ સાઈટ પર ખબર છાપવામાં આવી હતી કે મલાઈકા અરોરા પ્રેગ્નેન્ટ છે. તેના પર અર્જૂન કપૂર ગુસ્સે થયો છે. હવે મલાઈકા પણ રિપોર્ટર અને ન્યૂઝ સાઈટ પર ભડકી છે.
મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સને લઈને હંમેશા અફવાઓ ફેલાચતી હોય છે. તેઓને લઈને ઘણીબધી ખબરો આવે છે જેમાં અમુકમાં સત્ય હોય છે તો અમુક ફક્ત જૂઠાણું. સામાન્ય રીતે સેલેબ્સ આવી ન્યૂઝ પર રિએક્ટ નથી કરતાં. પણ ઘણીવાર એવી ખબરો સામે આવે છે, જે સેલેબ્સને બોલવા પર મજબૂર કરી દે છે. એવી જ એક ખબર હાલ સામે આવી રહી છે કે, મલાઈકા અરોરા (Malaika Arora) પ્રેગ્નેન્ટ છે. તેના પર અર્જૂન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા બંને ખૂબ જ ગુસ્સે થયા છે. અર્જૂન કપૂર બાદ મલાઈકાએ પણ ન્યૂઝ સાઈટ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.
મલાઈકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ન્યૂઝની ટીકા કરી છે. મલાઈકાએ આ ફેક ન્યૂઝ પર ન્યૂઝ સાઇટ અને રિપોર્ટર પર ગુસ્સો કાઢ્યો છે. મલાઈકાએ રિપોર્ટરની ખબરનો સ્ક્રીનશૉટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
મલાઈકાએ લખ્યુ છે કે, 'આ સૌથી નીચ કામ છે, જે તુ કરી શકતી હતી. તમે ખૂબ જ સરળતાથી સંવેદનહીન થઈને લખી દીધું. આ અનૈતિક અને કચરો છે. આ પ્રકારે ફેક ગૉસિપ આર્ટિકલ્સ મીડિયામાં ફેલાય છે અને હકીકત બની જાય છે. આ હકીકત નથી. અમારા ખાનગી જીવન સાથે રમવાનો પ્રયત્ન ના કરતા.'
જણાવી દઈએ કે પિન્કવિલામાં આ ખબર છાપવામાં આવી હતી કે, અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાના ઘરમાં ખુશખબર આવવાની છે. સાથે જ કપલ ઓક્ટોબરમાં લંડન ગયા હતાં, જ્યાં મલાઈકાએ પોતાના નજીકના લોકો સાથે પ્રેગ્નેન્સીની ખબર શેર કરી હતી. આ ખબર બાદ અર્જૂન કપૂરે લખ્યુ હતું, 'અમારા ખાનગી જીવન સાથે રમવાની હિંમત ના કરો.' હવે આ રિપોર્ટ પર મલાઈકાએ પણ પોતાની વાત કહી છે.