મુંબઈઃ કોરોના લૉકડાઉન (Corona Lockdown)ને કારણે સૌની જેમ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) પણ પોતાનો સમગ્ર સમગ હાલ ઘરમાં પસાર કરી રહ્યો છે. ખાલી સમય હોવાના કારણે તે સોશિયલ મીડિયા (Social Media) ઉપર પણ ખૂબ એક્ટિવ જોવા મળે છે. તે સમયાંતરે પોતાના પ્રશંસકોને પોતાની પ્રવૃત્તિઓ વિશે પણ જણાવે છે. હાલમાં જ એક્ટરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે એક્સસાઇઝ કરતો જોવા મળી રહ્યો હતો. બીજી તરફ હવે તેણે ઇન્સ્ટાગ્રામ (instagram) પર પોતાની એક તસવીર શૅર કરી છે, જેને જોયા બાદ તેના પ્રશંસકોને જોરદાર આંચકો લાગ્યો છે.
મૂળે, અર્જુને ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી હેરસ્ટાઇલની તસવીર શૅર કરી છે જેમાં તે બ્રાહ્મણ હેરસ્ટાઇલમાં જોવા મળી રહ્યો છે. બંને તરફથી તેણે પોતાના બધા વાળ ઉડાવી દીધા છે અને માત્ર વચ્ચેના ભાગમાં વાળ જોવા મળી રહ્યા છે. અર્જુન કપૂરની આ તસવીર જોઈને તેના પ્રશંસકોની સાથોસાથ અન્ય સેલિબ્રિટી ફ્રેન્ડસને પણ આંચકો લોાગતા કોમેન્ટ્સ કરી રહ્યા છે અને તેની નવી હેરસ્ટાઇલ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એકતા કપુર (Ekta Kapoor)એ પણ અર્જુનની આ તસવીર પર કોમેન્ટ કરી, તેને જોઈને એમ લાગે છે કે એકતાને અર્જનની આ હેરસ્ટાઇલ ઘણી પસંદ આવી છે. તેણે કોમેન્ટમાં લખ્યું, 'Wow Arjun.' આ ઉપરાંત હુમા કુરૈશીએ પણ આ તસવીર પર પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત કેટલાક લોકો તેના આ નવા લુકને જોઈને આશ્ચર્યમાં મૂકાયા છે. જ્યાં કેટલાક લોકોને તેનો આ લુક પસંદ આવ્યો તો કેટલાક નાખુશ લાગી રહ્યા છે.
જોકે, હજુ સુધી તેની લેડી લવ મલાઇકા અરોરાનું તેની પર કોઈ રિએક્શન નથી આવ્યું. જેની સૌ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે આ પહેલા અર્જુને પોતાની ફિલ્મ પાણીપત માટે પણ મુંડન કરાવ્યું હતું. આ ફિલ્મમાં તેણે સદાશિવ રાવ ભાઉની ભૂમિકા ભજવી હતી.