વિરાટના કપડા અનુષ્કા પહેરે, તો આવું હોય છે 'ચીકુનું' રિએક્શન

News18 Gujarati
Updated: November 8, 2019, 5:54 PM IST
વિરાટના કપડા અનુષ્કા પહેરે, તો આવું હોય છે 'ચીકુનું' રિએક્શન
વિરાટ અનુષ્કા

"હું ખરેખરમાં વિરાટના બહુ બધા કપડા પહેરું છું. ખાસ કરીને ટી શર્ટ"

  • Share this:
અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલ પતિ ભૂટાનમાં પતિ વિરાટ કોહલી (Virat Kohli) સાથે બર્થ ડે વેકેશન (Birthday Vacation) મનાવી રહી છે. અને બને પતિ પત્ની ભૂટાનની સુંદર વાદીઓમાં મજા કરતા નજરે પડે છે. આ વચ્ચે અનુષ્કાનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે. જેમાં અનુષ્કાએ તેની પ્રાઇવેટ જિંદગી પર ખુલીને વાત કરી છે. પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેના પતિ વિરાટને અનુષ્કા તેના કપડા પહેરે તે ખૂબ જ ગમે છે. તે વાતનો બધા જ જાણે છે વિરાટ કોહલીને ચીકુ કહીને બોલાવે છે. તે તેનું નીકનેમ છે.

ત્યારે અનુષ્કાએ વૉગ મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું ખરેખરમાં વિરાટના બહુ બધા કપડા પહેરું છું. ખાસ કરીને ટી શર્ટ કે ક્યારેક તેમનું જેકેટ. ક્યારેક ક્યારેક હું આવું ખાલી એટલા માટે પણ કરું છું કે આમ કરવાથી વિરાટ ખૂબ જ ખુશ થઇ જાય છે. અનેકવાર અનુષ્કા વિરાટના કપડા પહેરેલી નજરે પડે છે. અને અનુષ્કાનું આ વર્તન વિરાટના ચહેરા પર સ્માઇલ લાવી દે છે. હાલમાં જ વિરાટ તેમનો 31મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. ત્યારે પત્ની અનુષ્કાએ તેમના લગ્ન જીવનની આ ખાસ વાત ઇન્ટરવ્યૂમાં કરી હતી.

વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન ડિસેમ્બર 2017માં થયા હતા. બંને પતિ પત્ની સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકતા રહે છે. જેનાથી તેમના ફેન્સ પણ ખૂબ ખુશ થાય છે. જો કે વર્કફંટની વાત કરીએ તો અનુષ્કાની છેલ્લી ફિલ્મ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરો હતી.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर