અનુષ્કા શર્માએ એવું તો શું કર્યું કે વિરાટ બોલી ઉઠ્યો 'ઓ તેરી', સોશ્યલ મીડિયા પર પોસ્ટ થઈ વાઇરલ

અનુષ્કાનો વીડિયો વાયરલ

અનુષ્કા માતા બન્યા બાદ તેણે 2 મહીનાનો બ્રેક લીધો હતો. હવે તે કામ ઉપર પરત ફરી ગઈ છે, તે જાણીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

  • Share this:
નવી દિલ્હી : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે સંતાનના જન્મના સમાચાર સમગ્ર દેશમાં ચાહકો માટે આનંદ લઈને આવ્યા છે. માતા બન્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખે છે. જાન્યુઆરીમાં માતા બન્યા બાદ તેણે 2 મહીનાનો બ્રેક લીધો હતો. હવે તે કામ ઉપર પરત ફરી ગઈ છે, તે જાણીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તાજેતરમાં તેણે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે વિરાટ કોહલીને ઊંચકવાનો પ્રયાસ કરી રહી છે. આ પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે.

અનુષ્કા સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે કનેક્ટ રહે છે. તેમજ પોતાના સોશ્યલ મીડિયા પર ફોટો અને વિડીયો પણ શેર કરે છે. તાજેતરમાં જ તેણે એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે પતિ વિરાટ કોહલી કોઈ સાથે વાત કરી રહ્યો છે અને પાછળ ઉભેલી અનુષ્કા તેને ઊંચકી લે છે. અનુષ્કાને આવું કરતા જોઈ વિરાટ ચકિત થઈ જાય છે અને 'ઓ તેરી દોબારા કરના' બોલી ઉઠે છે.

આ પણ વાંચો - અક્ષય કુમારના ગીત પર ભોજપુરી ક્વીન પ્રાચી સિંઘનો બોલ્ડ ડાન્સ વાયરલ, જુઓ Video

ત્યાર બાદ અનુષ્કા વિરાટને પાછળની તરફ નમવાની ના પાડે છે. નમે નહીં તે માટે વચન પણ લે છે. બાદમાં ફરીથી તેને બે હાથે પકડીને ઊંચકી લે છે. અનુષ્કાનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વિડીયો શેર કરતી વખતે તેણે લખ્યું છે 'શું મેં આવું કર્યું?'

આ પણ વાંચો - નંબી નારાયણન, એક એવા વૈજ્ઞાનિક જેમને ફસાવાયા હતા ખોટા કેસમાં, હવે માધવને તેમના પર બનાવી ફિલ્મ

અનુષ્કા શર્માના આ વિડીયો પર લોકોની સતત પ્રતિક્રિયા આવી રહી છે. તાજેતરમાં જ અનુષ્કા શર્માએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં સોશ્યલ મીડિયામાં લોકોની માનસિકતાને ધ્યાનમાં રાખી ચાહકોને ખાસ સંદેશ આપ્યો હતો. અનુષ્કા શર્માએ પોસ્ટમાં લખ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં એવા લોકોની સંખ્યા વધુ છે જેમનું આચરણ ઝેરી છે. તેઓ પોતાની જાતને જોવાની જગ્યાએ સમગ્ર ધ્યાન બીજાની ભૂલો કાઢવામાં લગાવે છે. હવે દુનિયાને વધુ ક્રિટીક નથી જોઈતા, પરંતુ સેલ્ફ અવેરનેસ જોઈએ છે.
First published: