ડિઝાઇનર વેન્ડેલ રૉડ્રિક્સના નિધન પર અનુષ્કાએ લાંબી પોસ્ટ લખીને કહ્યું, તેમના કારણે...

News18 Gujarati
Updated: February 13, 2020, 11:24 AM IST
ડિઝાઇનર વેન્ડેલ રૉડ્રિક્સના નિધન પર અનુષ્કાએ લાંબી પોસ્ટ લખીને કહ્યું, તેમના કારણે...
વેંડેલ રોડ્રિક્સ મલાઇકા અને અનુષ્કા સાથે

"મને બેંગલુરુના એક ફેશન શોમાં જોયા પછી તેમણે મને મુંબઇના શોમાં જોડાવાની તક આપી." : અનુષ્કા

  • Share this:
બુધવારે, જાણીતા ફેશન ડિઝાઇનર વેંડેલ રોડ્રિક્સ (Wendell Rodeicks)નું ગોવામાં તેમના ઘરમાં નિધન થયું. રોડ્રિક્સ 59 વર્ષના હતા. રોડ્રિક્સના નિધન પર બોલિવૂડની અનેક સેલેબ્રિટીએ દુખ વ્યક્ત કર્યું છે. રોડ્રિક્સ પાછલા કેટલાક સમયથી ગોવામાં પોતાના કોસ્ટ્યૂમ મ્યૂઝિયમને બનાવાની તૈયારી કરી રહ્યા હતા. ત્રણ દિવસ પહેલા જ તેમણે આ મ્યૂઝિયમની તૈયારી વિષે પોતાની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું. ગોવાનું આ મ્યૂઝિયમ દેશનું પહેલું કોસ્ટ્યૂમ મ્યૂઝિયમ હશે તેવું તેમણે લખ્યું હતું. રોડિક્સના નિધન પછી અનુષ્કા શર્મા (Anushka Sharma), મલાઇકા અરોરા (Malaika Arora) જેવી અનેક જાણીતી અભિનેત્રી અને સેલેબ્રિટીએ શોક વ્યક્ત કર્યો છે. અનુષ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે કેવી રીતે 18 વર્ષની ઉંમરે રોડ્રિક્સે તેમને બેંગલુરુના એક ફેશન શોમાં જોઇ હતી અને તેને તક આપી હતી.

વેંડેલ રૉડ્રિક્સ એલજીબીટી એક્ટિવિસ્ટ હતા. અને તે સમલૈંગિકોના અધિકારો માટે હંમેશા લડતા હતા. રોડ્રિક્સના નિધન પર અનુષ્કા શર્માએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે "સવારે આ ખૂબ જ દુખદ સમાચાર જાણવા મળ્યા છે જે રોડ્રિક્સનું નિધન થઇ ગયું છે. તે ફેશન ઇન્ડસ્ટ્રીના એક સાચા અને અદ્ધભૂત ડિઝાઇનર હતા અને તે એલજીબીટીના અધિકારો માટે લડનારા ચેમ્પિયન હતા. મને બેંગલુરુના એક ફેશન શોમાં જોયા પછી તેમણે મને મુંબઇના શોમાં જોડાવાની તક આપી. 18 વર્ષની ઉંમરે મેરા બેંગલુરુથી મુંબઇ આવીને મોડલિંગ કરવા અને મુંબઇમાં શિફ્ટ થવાના અનેક કારણોમાંથી તે પણ એક ખાસ કારણ હતા. તેમના પરિવારની સાથે મારી સાંત્વના છે."
ત્યાં બીજી તરફ મલાઇકા અરોરાએ પણ તેમના નિધન પર એક જૂની તસવીર શેર કરીને શોક વ્યક્ત કર્યો છે. વધુમાં ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.


ઉલ્લેખનીય છે કે હાલમાં રોડ્રિક્સ પ્રિયંકા ચોપડાના કપડા પર કમેન્ટ કરવાના કારણે ખબરોમાં છવાયા હતા.

ફેશન ડિઝાઇનરની કમેન્ટ


રોડ્રિક્સે ગ્રેમી એવોર્ડમાં પ્રિયંકા ચોપડાએ પહેરેલા ડ્રેસ પર ટિપ્પણી કરી હતી. જે પછી તેમની બોડી શેમિંગ માટે ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ મામલે તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે મેં પ્રિંયકાની બોડી માટે નહીં પણ તેના ડ્રેસ મામલે ટિપ્પણી કરી હતી. રોડ્રિક્સે લખ્યું હતું કે દરેક કપડાં પહેરવાની એક ઉંમર હોય છે.
First published: February 13, 2020, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading