કંગના રનૌટે શેર કર્યો અનુરાગ કશ્યપનો જૂનો વીડિયો, જેમાં તેણે એક બાળકને મોલેસ્ટ કરવાની વાત સ્વીકારી હતી

કંગના રનૌટે શેર કર્યો અનુરાગ કશ્યપનો જૂનો વીડિયો, જેમાં તેણે એક બાળકને મોલેસ્ટ કરવાની વાત સ્વીકારી હતી
અનુરાગ અને કંગના

ઇન્ટરવ્યૂમાં અનુરાગે કહ્યું હતું કે તેમને ત્યારે આ વાત ખબર નહતી કે આને યૌન ઉત્પીડન કે ચાઇલ્ડ અબ્યૂઝ કહેવાય.

 • Share this:
  બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)એ જાણીતા નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap)નો એક જૂનો વીડિયો શેર કર્યો છે. તેમાં અનુરાગ પોતાના શાળાના સમયની વાત કરી રહ્યા છે. જ્યારે તેમણે એક અન્ય તેમનાથી નાના વિદ્યાર્થીને મોલેસ્ટ કર્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં અનુરાગે કહ્યું હતું કે તેમને ત્યારે આ વાત ખબર નહતી કે આને યૌન ઉત્પીડન કે ચાઇલ્ડ અબ્યૂઝ કહેવાય. તેમણે એ પણ જણાવ્યું કે શાળાના પ્રશાસનને તે બાળકના પિતાએ ફરિયાદ કરી હતી. અને તે બાળકના પિતા અનુરાગના ઘર સુધી આવી ગયા હતા.

  સાથે જ અનુરાગે કહ્યું કે તેમની સાથે પણ આ પ્રકારની ઘટના નાનપણમાં તેમના સીનિયર સાથે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ત્યારે માસ્ટબેટ જેવા શબ્દોને બહુ મોટો માનવામાં આવતો હતો. અને તે સમય તેમની સાથે આવી ઘટના થતી હતી. આ વીડિયોને રાજીવ સિંહ રાઠૌર નામના એક એકાઉન્ટથી અપલોડ કરવામાં આવ્યો હતો.

  અને પછી કંગનાએ તેને રીટ્વીટ કર્યો. કહ્યું કે મેં પહેલા જ સુસાઇડ ગેંગ વિષે વાત કરી હતી. જેણે સુશાંતને મોત તરફ ધકેલ્યો હતો અને મને પણ આત્મહત્યા કરવા માટે ઉકસાવી હતી. અનેક લોકો મને પુછ્યું હતું કે તે આવું કેમ કરે છે. જરા જુઓ કેવી રીતે અનુરાગ કશ્યપે એક બાળકને મોલેસ્ટ કરવાની વાત સ્વીકારી હતી.


  જો કે આજ એકાન્ટથી અનુરાગ કશ્યપના કેટલાક બીજા વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં અનુરાગ સફેદ કાગળને મોંમાં લગાવતા દેખઆય છે. વીડિયો કોમેન્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો છે કે આ કોઇ માદક પદાર્થને કાગળની સિગરેટ સાથે લેવા માટે કરવામાં આવ્યું છે.  વધુમાં અનુરાગ કશ્યપ પર એક્ટ્રેસ પાયલ ઘોષના યૌન ઉત્પીડનનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
  Published by:Chaitali Shukla
  First published:September 23, 2020, 12:43 pm

  ટૉપ ન્યૂઝ