અનુપમ ખેરએ ગરીબ બાળકોને 5 સ્ટાર હોટલમાં ખવડાવ્યું, જ્યારે બીલ આવ્યું તો...

News18 Gujarati
Updated: November 8, 2019, 8:25 PM IST
અનુપમ ખેરએ ગરીબ બાળકોને 5 સ્ટાર હોટલમાં ખવડાવ્યું, જ્યારે બીલ આવ્યું તો...
વીડિયોમાંથી લીધેલી તસવીર

મુંબઈની ગલીઓમાં ઊંઘતા બાળકોને ખાવાનું ખવડાવવા માટે ફાઇવ સ્ટાર હોટલ લઈ ગયા હતા. અનુપમ ખેરનો આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ એક્ટર (Bollywood actor) અનુપમ ખેરએ (Anupam Kher) તાજેતરમાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુંબઈની ગલીઓમાં ઊંઘતા બાળકોને ખાવાનું ખવડાવવા માટે ફાઇવ સ્ટાર હોટલ લઈ ગયા હતા. અનુપમ ખેરનો આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો. અનુપમ ખેરે આ વીડિયો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર શૅર કર્યો છે. આનુપમે આવા બે વીડિયો શૅર કર્યા છે. તેમણે આ વીડિયો શૅર કરવાની સાથે એક ઘટના પણ શૅર કરી હતી.

અનુપમ ખેરએ વીડિયો શૅર કરતા લખ્યું હતું કે, 'નાસ્તો કરવા માટે પોતાના મોર્નિંગ વૉકના મિત્રો સાથે હોટલ ગયો, જે ખુબ સંતોષકાર હતું. આ સમય દરમિયા અમે ગીતો ગાયા, ખાવાનું ખાધું અને ખુબ હસ્યા. તેમની સાથે સારો સમય પસાર કર્યો. જ્યારે ખાધા પછી બિલ આવ્યું તો બાળકો પૈકી એક બાળકે કહ્યું કે અંકલ! બિલ વધારે તો આવ્યું નથી ને? આ વાત એ બાળકે કરી જે મુંબઈની ગલીઓમાં ઊંઘે છે.' અનુપમ ખેરએ આ રીતે વીડિયોની સાથે બાળકો સાથે પોતાનો અનુભવ શૅર કર્યો હતો.

આ પણ વાંચોઃ-Photos: અરબાઝની ગર્લફ્રેન્ડ જૉર્જિયા બોલી, 'હું બૉલિવૂડ મસાલા ફિલ્મોનું પેકેજ છું'

અનુપમ ખેરએ બીજો વીડિયો શૅર કરતા લખ્યું હતું કે, ' લંચના સાઇડ ઇફેક્ટ્સ, સન-એન-સેન્ડ હોટલમાં એક સાથે સમય વિતાવ્યા બાદ સુપર બાળકોના સુપર સ્વૈગને જોવાનું ન ભૂલો. આ બાળકો સાથે વિતાવેલા સમય અને અનુભૂતિને કોઈ ન હારાવી શકતું નથી. એક વાત છે કે આ બાળકોને તમારો સાથ જોઈએ છે દયા નહીં.'આ પણ વાંચોઃ-માત્ર 5 મિનિટ આ 5 એક્સરસાઇઝ કરો, ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા (social media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. પોતાના ફોટો અને વીડિયો શૅર કરવાની સાથે અનુપમ ખેર સમસાયિક મુદ્દાઓ ઉપર પણ પોતાના વિચાર રજૂ કરે છે. કેટલીક વખત તેમના ટ્વીટ ભારે વાયરલ થાય છે. 
View this post on Instagram
 

I like this pic. Hope you like it too.:)


A post shared by Anupam Kher (@anupampkher) on


આ પણ વાંચોઃ-Bigg Boss-13:પરિણીત ખેસારી લાલે શહનાઝને પત્ની બનાવી દીધી!, video viral

તાજેતરમાં અનુપમ ખેર 'ફિલ્મ વન-ડે'માં દેખાયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે એક્ટ્રેસ ઈશા ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં દેખાઈ હતી. આ પહેલા અનુપમ ખેરએ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના જીવન ઉપર બનેલી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
First published: November 8, 2019, 8:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading